સાબરમતી રિવરફ્રન્ટમાં સી-પ્લેન સેવા શરૂ કરવા કોઈ કંપની તૈયાર નથી, અત્યાર સુધી સરકારે 17.5 કરોડનો ધુમાડો કર્યો

ADVERTISEMENT

સી-પ્લેન સેવાની તસવીર
Sea plane Service
social share
google news

સમાચાર હાઇલાઇટ્સ

point

રિવરફ્રન્ટથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધીની સી-પ્લેન સેવા શરૂ કરવા કોઈ કંપનીએ રસ ન દાખવ્યો.

point

સી-પ્લેન સેવા પાછળ અત્યાર સુધી સરકારે 17.5 કરોડ રૂપિયાનો ખર્ચો કર્યો છે.

point

વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્યએ પૂછેલા સવાલના જવાબમાં ઉડ્ડયન મંત્રી બળવંત સિંહે આપ્યો જવાબ.

Sea Plane Service: અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ પર શરૂ કરવામાં આવેલી સી-પ્લેન સેવા ઘણા સમયથી બંધ છે. સરકાર દ્વારા કરોડો રૂપિયાનો ખર્ચ કરીને શરૂ કરવામાં આવેલી આ સેવા સફેદ હાથી જેવી સાબિત થઈ છે. સ્થિતિ એવી છે કે હવે આ સેવા ફરીથી શરૂ કરવા માટે કોઈ કંપની પણ તૈયાર નથી. આ અંગે ગુજરાત વિધાનસભામાં સરકાર દ્વારા માહિતી આપવામાં આવી છે.

સી-પ્લેન માટે કોઈ કંપની તૈયાર નથી

ગુજરાત સરકારે વિધાનસભાના પ્રશ્નકાળ દરમિયાન એક પ્રશ્નના જવાબમાં જણાવ્યું હતું કે, અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ અને નર્મદા જિલ્લામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી વચ્ચે સી-પ્લેન સેવા ફરી શરૂ કરવામાં કોઈ એજન્સીએ રસ દાખવ્યો નથી. સરકારે ગયા વર્ષે મે મહિનામાં આ અંગેનો પ્રસ્તાવ જારી કર્યો હતો.

સી-પ્લેન માટે 17.5 કરોડનો ખર્ચ કર્યો

રાજ્યના નાગરિક ઉડ્ડયન મંત્રી બળવંત સિંહ રાજપૂતે વિધાનસભાના વર્તમાન સત્રમાં પ્રશ્નકાળ દરમિયાન કોંગ્રેસના ધારાસભ્યો દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નોના જવાબ આપતાં આ માહિતી આપી હતી. તેમણે કહ્યું કે, હવે બંધ કરાયેલી સેવા માટે રાજ્ય સરકારે ડિસેમ્બર 2023 સુધીમાં રૂ. 17.5 કરોડનો ખર્ચ કર્યો છે. ન્યૂઝ એજન્સી અનુસાર, ગૃહમાં આપવામાં આવેલી માહિતી અનુસાર, આ સેવા 80 દિવસ સુધી કાર્યરત રહી અને આ દરમિયાન લગભગ 2,100 લોકોએ સી પ્લેનમાં મુસાફરી પણ કરી.

ADVERTISEMENT

વડાપ્રધાને સેવા શરૂ કરી હતી

તમને જણાવી દઈએ કે સી પ્લેન સેવાની શરૂઆત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઓક્ટોબર 2020માં કરી હતી. ત્યારે વડાપ્રધાને સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીકથી સી પ્લેનમાં બેસીને સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ઉતરાણ કરીને આ સેવાનો પ્રારંભ કરાવ્યો હતો. બાદમાં એપ્રિલ 2021માં તેને બંધ કરી દેવામાં આવી હતી. રાજ્ય સરકારે તેને ફરીથી શરૂ કરવા માટે ગયા વર્ષે મે મહિનામાં ટેન્ડર પણ બહાર પાડ્યું હતું, પરંતુ કોઈ એજન્સીએ તેમાં રસ દાખવ્યો ન હતો. રાજ્યના નાગરિક ઉડ્ડયન મંત્રી બળવંત સિંહ રાજપૂત સરકારની આ યોજના પર કોંગ્રેસના ધારાસભ્ય દિનેશ ઠાકોરના પ્રશ્નનો જવાબ આપી રહ્યા હતા.

ભાવિ યોજનાઓ શું છે?

જોકે, એક પ્રશ્નના જવાબમાં નાગરિક ઉડ્ડયન મંત્રીએ એમ પણ જણાવ્યું હતું કે, ભવિષ્યમાં ચાર સ્થળો માટે આવી સેવા શરૂ કરવાની યોજના છે જેમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી, સાબરમતી રિવરફ્રન્ટ, ઉત્તર ગુજરાતમાં ધરોઈ ડેમ અને સૌરાષ્ટ્રમાં શેત્રુંજી ડેમનો સમાવેશ થાય છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT