Ahmedabad: સાબરમતીમાં વધ્યુ પાણીનું સ્તર, વાસણા બેરેજના 3 દરવાજા ખોલાતા અપાયું પૂરનું એલર્ટ

ADVERTISEMENT

Sabarmati River
Sabarmati River
social share
google news

Ahmedabad News: વિરામ બાદ ગુજરાતમાં ફરી વરસાદનું જોર વધ્યું છે. જેમાં પણ ઉત્તર ગુજરાતના ભાગોમાં વરસાદના કારણે સાબરમતી નદીમાં પાણીની સારી એવી આવક થઈ છે. આ કારણે સાબરમતી નદીની સપાટી હાલમાં 132.50 ફૂટ સુધી પહોંચી છે. જેને પહલે નદી પર આવેલા વાસણા બેરેજના 3 દરવાજા ખોલીને 2970 ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવી રહ્યું છે. નદીમાંથી પાણી છોડાતા દસક્રોઈ, ધોળકા, બાવળા સહિતના નીચાણવાળા ગામોમાં એલર્ટ કરવામાં આવ્યા છે.

વાસણા બેરેજના 3 દરવાજા ખોલાયા

અમદાવાદમાં જિલ્લા કલેક્ટર દ્વારા જાણ કરાઈ છે કે, વાસણા બેરેજમાં વધેલી પાણીની આવકના પગલે સાબરમતી નદીમાંથી 2970 ક્યૂસેક પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. વાસણા બેરેજના 3 દરવાજા ખોલવાથી નદીમાં પૂર જેવી સ્થિતિ ઊભી થઈ શકે છે. આથી નદી કિનારે દસ્ક્રોઈ, ધોળકા તાલુકાના ગામડાઓમાં વધારે અસર થવાની શક્યતા છે. વટવા-વેજલપુર સહિતના આસપાસના ગામોને પણ સાવચેત કરાયા છે. નદીના નીચાણવાળા વિસ્તારોમાં અને ગામોમાં સાવચેતીના પગલા લેવાની સૂચના અપાઈ છે.

આગામી 4 દિવસ વરસાદનું જોર રહેશે

નોંધનીય છે કે, ગુજરાતમાં આગામી ચાર દિવસ હળવાથી મધ્યમ વરસાદ થવાની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે. મોનસૂન ટ્રફની અસરના કારણે અમદાવાદ શહેરમાં સવારથી જ વાદળછાયા વાતાવરણની વચ્ચે વરસાદી ઝાપટા પડી રહ્યા હતા. શહેરમાં આગામી 3-4 દિવસ વરસાદનું જોર યથાવત રહી શકે છે. જ્યારે ઉત્તર ગુજરાતમાં મધ્યમ વરસાદની સંભાવના છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT