અમદાવાદમાં શાંતિપૂર્વક માહોલમાં રથયાત્રા સંપન્ન, ત્રણેય રથ નિજ મંદિર પહોંચ્યા, માણેકચોકમાં બળરામજીના રથનું પૈડું તૂટ્યું
અમદાવાદ: અમદાવાદમાં નીકળેલી ભગવાન જગન્નાથની 146મી રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ છે. ભગવાન જગન્નાથ, ભાઈ બળરામજી અને બહેન સુભદ્રાજીના રથ નિજ મંદિર પરત ફર્યા છે.…
ADVERTISEMENT
અમદાવાદ: અમદાવાદમાં નીકળેલી ભગવાન જગન્નાથની 146મી રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ છે. ભગવાન જગન્નાથ, ભાઈ બળરામજી અને બહેન સુભદ્રાજીના રથ નિજ મંદિર પરત ફર્યા છે. રાત્રે 9 વાગ્યે ત્રણેય રથો નગરચર્યા કર્યા બાદ નિજ મંદિરમાં પરત ફર્યા હતા એવામાં ભક્તોનું ઘોડાપુર મંદિરમાં ભગવાનના દર્શન માટે ઉમટ્યું હતું. આ રથયાત્રા દરમિયાન ભગવાન બલરામજીના રથનું પૈડું તૂટી ગયું હતું. એવામાં જગન્નાથજી અને સુભદ્રાજીના રથ નિજ મંદિર પરત ફર્યા બાદ બલરામજીનો રથ પાછળથી મંદિરમાં પહોંચ્યો હતો.
રથયાત્રા માણેકચોકમાં પહોંચતા બલરામજીના રથનું પૈડું તૂટી ગયું હતું. આથી ત્યાં જ રથના પૈડાનું વેલ્ડિંગ કરીને તેને રીપેર કરવામાં આવ્યો હતો. જેના કારણે 10થી 15 મિનિટ સુધી બલરામજીનો રથ માણેકચોકમાં અટકાવવામાં આવ્યો હતો. તો આ પહેલા દિલ્હી ચકલા પાસે ભગવાન જગન્નાથજીના રથનું હેન્ડલ તૂટી ગયું હતું. જોકે ખલાસીઓ દ્વારા દોરડા વડે ખેંચીને રથને લઈ જવામાં આવ્યો હતો.
ADVERTISEMENT
નોંધનીય છે કે, રથયાત્રામાં શાહપુર ખાતે શાહપુર એકતા સમિતી અને પૂર્વ ધારાસભ્ય ગ્યુસાદ્દીન શેખ દ્વારા જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી મહારાજનું સ્વાગત કરવામાં આવ્યું હતું, આ દરમિાયન મુસ્લિમ ભાઈઓ સાથે મળી દિલીપદાસજી મહારાજે કેક કાપી હતી અને શાંતિના દૂત એવા સફેદ કબૂતરોને પણ ઉડાવ્યા હતા.
ADVERTISEMENT