Ahmedabad: ઓનલાઈન ગેમમાં પૈસા હારી જતાં ચોરીના રવાડે ચડ્યો પોલીસ પુત્ર, 4 ઘરોમાં લાખોનો કર્યો હાથફેરો

ADVERTISEMENT

Ahmedabad News
અમદાવાદ ક્રાઈમ ન્યૂઝ
social share
google news

Ahmedabad News: અમદાવાદમાંથી એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. જેમાં પોલીસકર્મીનો દીકરો ઓનલાઈન ગેમમાં પૈસા હારી જતાં ચોરીના રવાડે ચડી ગયો હતો. તેણે શહેરમાં ખરાબપોરે એકબાદ એક 4 મકાનોમાંથી 4 લાખ રૂપિયાથી વધુની મત્તા ચોરી કરી હોવાનું સામે આવ્યું છે. હાલ પોલીસ દ્વારા તેની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. 

ચોરીની ફરિયાદો નોંધાતા પોલીસ દોડતી થઈ

અમદાવાદ શહેરના વસ્ત્રાપુર વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી બંધ મકાનોમાં ચોરી થતી હોવાની ફરિયાદો નોંધાતા પોલીસ દોડતી થઈ હતી. પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો હતો. વસ્ત્રાપુર પોલીસ દ્વારા એક ચોરીના ગુનાના સીસીટીવી ફૂટેજની તપાસ કરવામાં આવી રહી હતી, ત્યારે પોલીસને એક ટુ વ્હીલર પર મોઢા પર રૂમાલ બાંધીને જતો યુવક દેખાયો હતો. જે બાદ પોલીસ અન્ય સીસીટીવી ફૂટેજના આધારે તે યુવકના ઘર સુધી પહોંચી હતી અને તેને ઝડપી પાડ્યો હતો.

પૈસા હારી જતા ચોરી કરવાનું શરૂ કર્યું

પોલીસ દ્વારા 20 વર્ષીય યુવકની પૂછપરછ કરવામાં આવતા યુવકની માતા અમદાવાદના એક પોલીસ સ્ટેશનમાં ASI તરીકે ફરજ બજાવતા હોવાનું જણાવ્યું હતું. તેણે કબૂલ્યું હતું કે તે ઓનલાઈન ગેમમાં પૈસા હારી ગયો હતો, જેના કારણે તેણે ચોરી કરવાનું શરૂ કર્યું હતું. તે બપોરના સમયે ચોરી કરવા માટે નીકળતો હતો અને વસ્ત્રાપુર-બોડકદેવ વિસ્તારમાં જ્યાં પણ બંધ મકાન દેખાય ત્યાં જઈને પાના વડે તાળુ તોડીને ચોરી કરતો હતો. 

ADVERTISEMENT

પોલીસ પૂછપરછમાં થયાં ચોંકાવનારા ખુલાસા

પોલીસની તપાસમાં એવી વિગતો પણ સામે આવી છે કે, પોલીસપુત્રએ એક કે બે નહીં 4 ઘરફોડ ચોરી કરી હતી. જેમાં તેણે અત્યાર સુધીમાં 4 લાખથી વધુની મત્તા ચોરી કરી હોવાનું સામે આવ્યું છે. 

    follow whatsapp

    ADVERTISEMENT