હદ છે! અમદાવાદમાં બહેનને લઈને આવ્યો ભાઈ, પ્રેમી-પંખીડા સમજીને પોલીસ ઘરમાંથી ઉઠાવી ગઈ
Ahmedabad News: અમદાવાદ શહેરમાં એક ચોંકાવનારી ખબર સામે આવી રહી છે. માસિયાઈ બહેનને બસ સ્ટેન્ડથી લઈને યુવક ઘરે આવ્યો હતો. થોડી જ વારમાં પોલીસ ઘરે…
ADVERTISEMENT
Ahmedabad News: અમદાવાદ શહેરમાં એક ચોંકાવનારી ખબર સામે આવી રહી છે. માસિયાઈ બહેનને બસ સ્ટેન્ડથી લઈને યુવક ઘરે આવ્યો હતો. થોડી જ વારમાં પોલીસ ઘરે આવી અને યુવક અને યુવતીને પ્રેમી પંખીડા સમજીને ઘરેથી ઉઠાવીને પોલીસ સ્ટેશન લઈ ગઈ. યુવકના પરિજનો દ્વારા પોલીસને જણાવાયું કે યુવક અને યુવતી ભાઈ બહેન છે છતાં તેમને છોડવામાં ન આવ્યા. આખરે પરિવારે ઉચ્ચ અધિકારીને રજૂઆત કરતા 4 કલાકે બંનેને છોડવામાં આવ્યા હતા.
પાડોશીએ ફોન કરીને ફરિયાદ કરતા પોલીસ ઉઠાવી ગઈ
સંદેશ ન્યૂઝના અહેવાર મુજબ, અમદાવાદના એલિસબ્રિજ વિસ્તારમાંથી એક વ્યક્તિએ સવારમાં ફોન આવ્યો કે એક યુવક ફ્લેટમાં યુવતીને લઈને આવ્યો છે. જે બાદ પોલીસ ત્યાં પહોંચી અને પરિવારજનો પણ ત્યાં હાજર હતા છતાં યુવક અને યુવતી બંનેને ઉઠાવીને પોલીસ સ્ટેશન લઈ ગઈ. યુવકનો પરિવાર પોલીસ સ્ટેશન પહોંચ્યો અને જણાવ્યું કે, યુવક-યુવતી માસિયાઈ ભાઈ-બહેન છે અને યુવતી સવારે ગીતા મંદિર બસ સ્ટેશને આવી હતી. તેને બપોરે માણસા જવાનું હોવાથું ભાઈ તેને લઈને ઘરે આવ્યો હતો.
પરિવાર બંનેના ડોક્યુમેન્ટ બતાવ્યા. જોકે તેમ છતાં પોલીસે બંનેને ચાર કલાક સુધી પોલીસ સ્ટેશનમાં બેસાડી રાખ્યા હતા. આખરે પરિવારે ઉચ્ચ અધિકારીને સંપર્ક કરીને સમગ્ર મામલાની જાણ કરતા પોલીસે ઠપકો મળ્યા બાદ બંનેને છોડી મૂક્યા હતા.
ADVERTISEMENT
ADVERTISEMENT