'પોલીસે 4 કલાક બેસાડી, ફરિયાદ ન લીધી', યુવતીના આરોપો પર Ahmedabad Police નો ચોંકાવનારો ખુલાસો

ADVERTISEMENT

Ahmedabad News
Ahmedabad News
social share
google news

Ahmedabad News: અમદાવાદના એસ.જી હાઈવે પર બે દિવસ અગાઉ વકીલની કાર સાથે યુવતીની કારનો અકસ્માત થયો હતો. જેમાં વકીલની કારનું નુકસાન થયું હતું. જે બાદ યુવતીએ આગળ જઈને કાર ઊભી રખાવી અને બંને વચ્ચે રકઝક થઈ હતી. હવે આયેશા ગલેરિયા નામની યુવતીએ એક વીડિયો બનાવીને વાઈરલ કર્યો હતો, અને પોલીસ પર તેની ફરિયાદ ન લેવાનો અને પોલીસ સ્ટેશનમાં બેસાડી રાખવાનો આરોપ લગાવ્યો હતો. હવે અમદાવાદ પોલીસ દ્વારા આ અંગે ખુલાસો કરાયો છે અને યુવતી દ્વારા જ સામે પક્ષ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવા સહી ન કરી હોવાનું કહેવાયું છે. 

વીડિયો પોસ્ટ કરીને પોલીસ પર કર્યા આરોપ

વિગતો મુજબ, 14 જુલાઈએ એસ.જી હાઈવે પર આવેલા સર્વિસ રોડ પર સિદ્ધરાજસિંહ મકવાણા નામના વકીલ તેમના પરિવાર સાથે જઈ રહ્યા હતા. દરમિયાન ત્યાંથી પસાર થતી આયેશા ગેલેરિયા નામની યુવતીની કાર સાથે તેમની કારની ટક્કર થઈ હતી. આયેશાએ એક વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં પોસ્ટ કર્યો હતો અને કહ્યું કે, મારી સાથે એક વ્યક્તિએ પાછળખથી કાર અથડાવી જતા રહ્યા, મેં તેમને રોક્યા તો મને ગાળો આપી, જેથી મેં મારા ભાઈ અને પોલીસને ફોન કર્યો. હું ગાડીમાં લોક કરીને બેઠી હતી ત્યારે આ વ્યક્તિએ જોરજોરથી ગાડીને ખખડાવી અને મને અશોભનીય શબ્દો કહ્યા. પોલીસ આવી ત્યારે મેં તેમને જાણ કરી કે આ ભાઈએ મને લાફો માર્યો છે. છતાં પોલીસે કોઈ પગલા ન લીધા. યુવતીએ વધુમાં કહ્યું કે, તેને 4 કલાક પોલીસ સ્ટેશનમાં બેસાડી રાખી અને સામેવાળાને AC રૂમમાં ચા-પાણી કરાવાયા અને તેની FIR પણ ન લીધી. હું વિનંતી કરી રહી હતી ત્યારે પોલીસે કહ્યું કે સેફ ન હોય તો અડધી રાત્રે બહાર ન નીકળશો. મારે તો બસ ન્યાય જોઈએ.

ADVERTISEMENT

અમદાવાદ પોલીસ દ્વારા કરાઈ સ્પષ્ટતા

હવે આ સમગ્ર ઘટના અંગે પોલીસ દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે અને કહેવાયું છે કે, આયેશા ગેલેરિયાએ પૂરઝડપે બેદરકારીથી કાર હંકારીને સિદ્ધરાજ મકાવાણાની કાર સાથે અથડાવી નુકસાન કર્યું હતું. આ બાદ યુવતીએ આગળ જઈને કાર ઊભી રખાવી અને પોતાના ભાઈ ફૈસલને બોલાવી ફરિયાદી સિદ્ધરાજસિંહ મકવાણા સાથે ઝઘડો કર્યો હતો. પોલીસ દ્વારા બંને પક્ષોને સરખેજ પોલીસ સ્ટેશન લઈ જઈને તેમની રજૂઆતો ધ્યાનમાં લઈને ક્રોસ ફરિયાદ લેવાનું ચાલું કહ્યું હતું. જોકે આયેશાએ પોતાના વકીલને બોલાવી તેની સલાહ મુજબ, ફરિયાદ દાખલ કરાવવા સહી કરી નહોતી અને ત્યાંથી ઘરે જતી રહી હતી. પોલીસ દ્વારા 16 જુલાઈએ ફોનથી સંપર્ક કરાતા પણ તેણે કોઈ યોગ્ય પ્રતિભાવ નહોતો આપ્યો. 

 

ADVERTISEMENT

ADVERTISEMENT

પોલીસ દ્વારા વધુમાં જણાવાયું છે કે, આયેશા અને તેના ભાઈ ફૈસલ વિરુદ્ધ એક મહિલા દ્વારા બેફામ ગાડી ચલાવી, ગાળાગાળી કરીને ધમકી આપવા અને મારા મારીનો ગુનો આનંદનગર પોલીસ સ્ટેશનમાં પણ નોંધાયેલો છે. જેમાં બંનેની અટકાયત કરીને તેની વિરુદ્ધ ચાર્જશીટ પણ દાખલ કરાઈ હતી.

follow whatsapp

ADVERTISEMENT