ગણેશ મહોત્સવને લઈને અમદાવાદ પોલીસનું જાહેરનામું, આયોજનથી લઈને વિસર્જન સુધીના નિયમો જાણી લો
Ganesh Mahotsav: આગામી 7 સપ્ટેમ્બરથી ગણેશ મહોત્સવનો પ્રારંભ થઈ રહ્યો છે. જોકે તહેવાર દરમિયાન સુરક્ષા-વ્યવસ્થા જળવાઈ રહે તે માટે અમદાવાદમાં ગણેશ મહોત્સવને લઈને પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.
ADVERTISEMENT
Ganesh Mahotsav: આગામી 7 સપ્ટેમ્બરથી ગણેશ મહોત્સવનો પ્રારંભ થઈ રહ્યો છે. જોકે તહેવાર દરમિયાન સુરક્ષા-વ્યવસ્થા જળવાઈ રહે તે માટે અમદાવાદમાં ગણેશ મહોત્સવને લઈને પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જેમાં ગણેશ મૂર્તિની સ્થાપના માટે પરમીટ, લાઉડ સ્પીકર, શોભાયાત્રા, વિસર્જન તથા સરઘસ સહિતના નિયમો અને સૂચનો આપવામાં આવ્યા છે.
મૂર્તિ સ્થાપના- લાઉડ સ્પીકરની લેવી પડશે પરમીટ
શહેર પોલીસ કમિશનરના જાહેરનામા મુજબ, ગણેશ મૂર્તિની સ્થાપના માટે પરમીટ સ્થાનિક પોલીસ દ્વારા અપાશે. આ સિવાય લાઉડ સ્પીકર વગાડવા માટેની પરમીટ પણ જે-તે પોલીસ સ્ટેશન તરફથી આપવામાં આવશે. જે દિવસે ગણેશ સ્પાપના માટેની પરમીટ મેળવવા માટે અરજી આફવામાં આવે તે જ દિવસે ગણેશ વિસર્જન માટે સરઘસ કાઢવાની અરજી પણ પોલીસને ફરજિયાત આપવાની રહેશે.
ક્યાંથી મળશે આયોજનની પરમિશન?
આ ઉપરાંત જો ગણેશ મહોત્સવની શોભાયાત્રા અથવા સરઘસ માટેનો રૂટ એક જ ઝોન વિસ્તારમાં હોય તો જે પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગણેશ સ્થાપના માટે અરજી કરવામાં આવી હોય, વિસર્જન સરઘસની પરમીટ પણ તે પોલીસ સ્ટેશનમાંથી જ આપવામાં આવશે. અને જો ગણેશ વિસર્જનની શોભાયાત્રા કે સરઘસ એક કરતા વધારે ઝોન વિસ્તારમાંથી પસાર થવાની હોય તો આ અંગેની પરમીટ પોલીસ કમિશનર કચેરી તરફથી આપવામાં આવશે.
ADVERTISEMENT
માટીની જ મૂર્તિ લેવા લોકોને અપીલ
ગણેશ સ્થાપના તથા વિસર્જનની પરમીટ લેવા જતા સમયે આયોજકો તથા સાથે જે-તે વિસ્તારના વર્ચસ્વ ધરાવતા 15-20 વ્યક્તિઓના નામ અને સરનામાં આપવાના રહેશે. પોલીસ કમિશનર દ્વારા અપીલ કરવામાં આવી છે કે, POPની મૂર્તિ તથા કૃત્રિમ રંગોનો ઉપયોગ કરીને બનાવેલી મૂર્તિઓને નદી/તળાવમાં વિસર્જન કરવાથી પર્યાવરણને નુકસાન થાય છે. આથી પર્યાવરણની જાળવણી માટે ગણેશજીની માટીની મૂર્તિની સ્થાપના કરવા અને આ મૂર્તિનું સ્થળ વિસર્જન કરવામાં આવે.
ADVERTISEMENT