અમદાવાદમાં પોલીસકર્મીએ લગ્નનું વચન આપી યુવતી પર દુષ્કર્મ આચર્યું, બે વખત ગર્ભ રહી જતા આવું કર્યું
Ahmebad Crime News: અમદાવાદમાં પોલીસકર્મી પર લગ્નની લાલચે મહિલા પર વારંવાર દુષ્કર્મ આચરવાનો આરોપ લાગ્યો છે. બાપુનગર પોલીસ સ્ટેશનમાં પોલીસકર્મી સામે પીડિત મહિલાએ ફરિયાદ નોંધાવી…
ADVERTISEMENT
Ahmebad Crime News: અમદાવાદમાં પોલીસકર્મી પર લગ્નની લાલચે મહિલા પર વારંવાર દુષ્કર્મ આચરવાનો આરોપ લાગ્યો છે. બાપુનગર પોલીસ સ્ટેશનમાં પોલીસકર્મી સામે પીડિત મહિલાએ ફરિયાદ નોંધાવી છે. જે મુજબ મહેન્દ્ર ચાવડા નામના પોલીસકર્મી 7 વર્ષથી મહિલાના સંપર્કમાં હતો અને પરિણીત હોવા છતાં તેની સાથે શારીરિક સંબંધો બાંધતો. જેના કારણે મહિલા બે વખત પ્રેગ્નેટ થઈ જતા ગર્ભપાત કરાવવો પડ્યો. બાદમાં આરોપીએ મહિલા સાથે લિવ-ઈન રિલેશનશીપના કરાર કર્યા અને પછી ફેરવું તોડ્યું હતું.
બહેનના લગ્નમાં યુવતીની પોલીસકર્મી સાથે થઈ હતી મુલાકાત
વિગતો મુજબ, સુરેન્દ્રનગરના મુળીથી 2015માં બહેનના લગ્નમાં અમદાવાદમાં આવેલી યુવતીની મહેન્દ્ર ચાવડા નામના પોલીસકર્મી સાથે મુલાકાત થઈ હતી. તેણે પોતે યુવતીને પોલીસમાં નોકરી કરતો હોવાનું જણાવ્યું અને પ્રેમ સંબંધનો પ્રસ્તાવ મૂક્યો હતો. યુવતીએ જવાબ ન આપતા પોલીસકર્મીએ યુવતીના પિતાને ફોન કર્યો અને બાદમાં બંનેની ફોન પર વાતચીત શરૂ થઈ અને પ્રેમ સંબંધ બંધાયો હતો. બંને હોટલમાં જઈને મળતા જ્યાં આરોપી મહેન્દ્રએ લગ્ન કરવાનું જણાવીને યુવતી સાથે સંબંધ બાંધતો હતો. 2016માં યુવતી પ્રેગ્નેટ થઈ ગઈ, પરંતુ તેની સરકારી ભરતીની પરીક્ષા હોવાથી આરોપીએ ગર્ભપાત કરાવવા કહી દીધું.
હોટલમાં જઈને લગ્ન કરવાનું કહી સંબંધ બાંધ્યા
બાદમાં તે ફરી યુવતીને હોટલમાં લઈ ગયો અને શરીર સંબંધ બાંધ્યા અને લગ્ન કરવાનું વચન આપતો. થોડા સમય બાદ યુવતી અમદાવાદ આવી તો જાણવા મળ્યું કે મહેન્દ્ર ચાવડાના લગ્ન અન્ય યુવતી સાથે થઈ ગયા છે. બંને પ્રેમમાં હતા એટલે આરોપી લગ્નનો ભરોસો આપીને શરીર સુખ માણતો અને ભુજમાં બદલી થતા ત્યાંથી અહીં અમદાવાદ મળવા માટે આવતો હતો. દરમિયાન યુવતીને ફરી ગર્ભ રહી જતા પોલીસકર્મીએ પત્ની સાથે ઝઘડો ચાલતો હોવાનું કહીને ગર્ભ પડાવી નાખ્યો હતો.
ADVERTISEMENT
લીવ-ઈન કરાર કરીને બાદમાં ફરી ગયો
યુવતીએ લગ્નનું દબાણ કરતા આરોપીએ લીવ ઈન કરાર કરવાનું કહ્યું અને પત્ની સાથે ડિવોર્સ બાદ લગ્ન કરી લઈશું એમ જણાવ્યું. આમ 21 ઓગસ્ટ 2023એ બંનેએ લીવ ઈન કરાર કર્યા. જોકે બીજા જ દિવસે પોલીસકર્મીએ તેને કહી દીધું કે હું તારી સાથે લગ્ન કરવાનો નથી તારે જે કરવું હોય તે કર. આખરે યુવતીએ બાપુનગર પોલીસ સ્ટેશનમાં પોલીસકર્મી સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે.
ADVERTISEMENT