અમદાવાદઃ પાણી ગરમ કરવા ગેસ ચાલું કરતા જ સિલિન્ડરમાં થયો બ્લાસ્ટ, હેબ્રોન ફ્લેટ્સના રહીશોમાં મચી દોડધામ
Ahmedabad News: અમદાવાદમાં ખોખરા વિસ્તારમાં આવેલા હેબોર્ન એપાર્ટમેન્ટમાં આજે વહેલી સવારે ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થયા બાદ ભીષણ આગ ફાટી નીકળતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જોકે,…
ADVERTISEMENT
Ahmedabad News: અમદાવાદમાં ખોખરા વિસ્તારમાં આવેલા હેબોર્ન એપાર્ટમેન્ટમાં આજે વહેલી સવારે ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થયા બાદ ભીષણ આગ ફાટી નીકળતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જોકે, આ અંગેની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે દોડી આવીને હતી અને આગ પર કાબૂ મેળવ્યો હતો. આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થયાના સમાચાર સામે આવ્યા નથી. એક વ્યક્તિ દાઝી જતાં તેઓની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.
ગેસ લીક હોવાને કારણે લાગી આગ
આ અંગે મળતી માહિતી અનુસાર, શહેરના ખોખરા વિસ્તારમાં આવેલ હેબ્રોન ફેલેટ્સમાં રહેતા અજય ડેનિયલ આજે વહેલી સવારે પાણી ગરમ કરવા માટે રસોડામાં ગયા હતા. જ્યાં તેમણે ગેસ પર પાણી ગરમ કરવા માટે તપેલી મૂક્યા બાદ ગેસ લીક હોવાને કારણે આગ ફાટી નીકળી હતી.
રહીશોમાં સર્જાયો અફરાતફરીનો માહોલ
આ આગને કારણે ગેસ સિલેન્ડરમાં બ્લાસ્ટ થયો હતો. આ બ્લાસ્ટનો અવાજ સાંભળીને હેબ્રોન ફેલેટ્સ રહીશો બહાર દોડી આવ્યા હતા. એપાર્ટમેન્ટમાં આગ લાગી હોવાની જાણ થતાં રહીશોમાં દોડધામ મચી ગઇ હતી. જોત જોતામાં આ આગ આખા ફ્લેટમાં પ્રસરી ગઈ હતી. તો આ અંગેની જાણ ફાયર વિભાગને કરવામાં આવતા ફાયર વિભાગની ટીમો ઘટના સ્થળે દોડી આવી હતી અને પાણીમારો ચલાવીને આગ પર કાબૂ મેળવવાની તજવીજ હાથ ધરી હતી. તો આ ઘટનામાં ઈજાગ્રસ્ત થયેલા અજય ડેનિયલને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
ADVERTISEMENT
ઘરનો માલ સમાન બળીને ખાખ
ફાયર વિભાગની ટીમે પાણીમારો ચલાવીને આગ પર કાબૂ મેળવી લીધો હતો. આગ એટલી વિકરાળ હતી કે ઘરનો તમામ માલ સામાન બળીને ખાખ થઈ ગયો છે. તો ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થતાં બીજા ફ્લેટને પણ નુકસાન થયું છે. જોકે, સદનસીબ આ દુર્ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી.
આગનું સોચોટ કારણ જાણવા FSLની મદદ લેવાશે
આ મામલે પોલીસ અધિકારીએ જણાવ્યું કે, પ્રાથમિક ધોરણે ગેસ લીકેજ થવાના કારણે આગ લાગી હોવાનું માનવામાં આવી રહ્યું છે, તેમ છતાં આગનું સચોટ કારણ જાણવા એફએસએલની મદદ લેવામાં આવશે.
ADVERTISEMENT
ADVERTISEMENT