અમદાવાદમાં ગરબામાં વીડિયો ઉતારવા મામલે ધમાલ, પાઈપ-છરીઓ ઉછળી
Ahmedabad News: અમદાવાદના નારોલ વિસ્તારમાં નવરાત્રીના ગરબામાં ધમાલ થતા લોખંડની પાઈપો અને છરીઓ ઉછળી હતી. હુમલામાં 3 જેટલા શખ્સો ઈજાગ્રસ્ત થઈ જતા તેમને સારવાર માટે…
ADVERTISEMENT
Ahmedabad News: અમદાવાદના નારોલ વિસ્તારમાં નવરાત્રીના ગરબામાં ધમાલ થતા લોખંડની પાઈપો અને છરીઓ ઉછળી હતી. હુમલામાં 3 જેટલા શખ્સો ઈજાગ્રસ્ત થઈ જતા તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. મારામારીની આ ઘટનામાં 3 શખ્સો સામે પોલીસમાં ફરિયાદ નોંધાવાઈ છે.
વિગતો મુજબ, નારોલમાં રહેતા બિપીન રાજપૂત ગત 22 ઓક્ટોબરે સિંધુભવનથી ગરબા રમીને ઘરે જતા હતા. દરમિયાન અયોધ્યાનગરીમાં રહેતા સંતોષભાઈ મળ્યા અને કહેવા લાગ્યા કે કાલે માતાજીના ગરબામાં ફોનમાં વીડિયો કેમ ઉતારતા હતા? બિપીનભાઈએ પોતે કોઈ વીડિયો ન ઉતાર્યો હોવાનું કહ્યું. એટલામાં યશ પરમાર, પવન યાદવ અને કરણ બોરાણા આવ્યા અને બિપીનભાઈ સાથે ઝઘડો કરીને છરીના ઘા અને લોખંડની પાઈપ ફટકારી હતી.
હુમલા બાદ બુમાબુમ થતા આસપાસના લોકો એકઠા થતા ત્રણેય ભાગી ગયા હતા. ઇજાગ્રસ્ત બિપીનભાઈને સારવાર માટે હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. આ અંગે યશ, પવન અને કરણ સામે નારોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.
ADVERTISEMENT
ADVERTISEMENT