અમદાવાદઃ નકલી ED અધિકારીને 7 દિવસના રિમાન્ડ, 1.5 કરોડની કરી છેતરપીંડી
અમદાવાદઃ દેશમાં નકલી સીબીઆઈ અધિકારી, નકલી પીએમઓ ઓફિસર વગેરે વગદાર પદો પરના અધિકારીઓની ઓળખ આપીને લોકોને છેતરવાની ઘટનાઓ એક પછી એક સામે આવવા લાગી છે.…
ADVERTISEMENT
અમદાવાદઃ દેશમાં નકલી સીબીઆઈ અધિકારી, નકલી પીએમઓ ઓફિસર વગેરે વગદાર પદો પરના અધિકારીઓની ઓળખ આપીને લોકોને છેતરવાની ઘટનાઓ એક પછી એક સામે આવવા લાગી છે. દરમિયાનમાં અમદાવાદમાં નકલી ઈડી અધિકારી પકડાયો હતો. જેણે 1.5 કરોડની ઠગાઈ કરી નાખી હતી. મામલો પોલીસ મથકે પહોંચ્યો ત્યારે પોલીસે તેને દબોચી લઈ કોર્ટમાં રજૂ કર્યો છે. કોર્ટે તેના 7 દિવસના રિમાન્ડની મંજુરી આપી છે.
ટેન્ડર અપાવવાની લાલચે 1.50 કરોડ ખંખેર્યા
હાલમાં જ એનઆઈએનો નકલી અધિકારી પકડાયો હતો ત્યારે વધુ એક આવા જ ઠગબાજને ઝડપવામાં આવ્યો છે. તેનું નામ ઓમવીરસિંહ છે જે પોતે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ એટલે કે ઈડીનો અધિકારી હોવાનું કહેતો હતો. તેણે 1.5 કરોડની ઠગાઈ કરી નાખી છે. તેણે પોતાનું નકલી આઈકાર્ડ પણ બનાવ્યું હતું. જેમાં આઈઆરએસ, એડિશનલ ડાયરેક્ટર એન્ફોર્સમેન્ટ ડિપાર્ટમેન્ટ, મિનિસ્ટ્રી ઓફ ફાઈનાન્સ એન્ડ ગવર્નમેન્ટ ઓફ ઈન્ડિયા લખ્યું હતું. તે આ ઓળખ આપીને વેપારીને ટેન્ડર અપાવવાની લાલચ આપીને તેના 1.50 કરોડ ખંખેરી લીધા હોવાનું સામે આવ્યું છે.
સુરતઃ ક્રેન ચાલકે રોડની સાઈડ પર ઊભેલા પિતા-પુત્રને લીધા અડફેટે, 20 ફૂટ ઘસડાયા
બોપલમાં બંગલો પણ ભાડે રાખવા નીકળ્યો હતો
આ ઈડીનો નકલી અધિકારી ઓમવીરસિંહ અમદાવાદના બોપલ વિસ્તારમાં આંબલી રોડ પર બંગલો ભાડે લેવાનો હતો જેથી તે એજન્ટ દિવ્યાંગના કોન્ટેક્ટમાં આવ્યો હતો. એજન્ટે નવગ્રહ મંડળ કંપનીના માલિક ડો. રવિ રાવ પાસેથી બંગલો લેવાનું નક્કી થયું હતું. જે પછી ઠગે મકાન પેટે 2 લાખરૂપિયા આપ્યા અને બંગલામાં પૂજા વિધિ કરાવડાવી હતી. આવી જ રીતે તેણે એક વેપારીને વિશ્વાસમાં લઈને સરકારી ટેન્ડર અપાવાની લાલચ આપીને 1.50 કરોડ રૂપિયા ખંખેરી લીધા હોવાની ઘટના બની હતી. મામલાની ગંભીરતાને ધ્યાને લઈને ગુજરાત એટીએસ અને ઈડી દ્વારા પણ ઓમવીરસિંહની પૂછપરછ કરવામાં આવી હતી.
ADVERTISEMENT
બેન્ક એકાઉન્ટ પોલીસે કર્યા સીઝ
પોલીસે ઓમવીરસિંહના બેન્ક ખાતામાં રહેલા 60 લાખ રૂપિયા સીઝ કરી લીધા છે. પોલીસે તેને કોર્ટમાં રજૂ કરીને 7 દિવસના રિમાન્ડ મેળવી વધુ તપાસ આરંભી છે. પોલીસની પુછપરછમાં સામે આવ્યું હતું કે ઓમવીરસિંહે ઠગાઈના રૂપિયા મુંબઈમાં ડાન્સબાર અને મોજશોખ કરવામાં વાપર્યા હતા. તે સોશ્યલ મીડિયા પર પણ એવી તસવીરો મુકતો હતો કે જેથી કોઈને તેના પર શંકા ના જાય કે તે ઈડીનો અધિકારી નથી. તેની પાસે પાંચ બેન્ક એકાઉન્ટ હતા જે પોલીસે સીઝ કરી લીધા છે.
ADVERTISEMENT