Video: અમદાવાદની મોંઘીદાટ હોટલમાં પણ હલકી સર્વિસ! સંભારમાંથી નીકળ્યો વંદો, જુઓ પછી શું થયું...

ADVERTISEMENT

Ahmedabad News
Ahmedabad News
social share
google news

Latest Ahmedabad News: અમદાવાદમાં ફરી એકવાર હોટેલની વાનગીમાંથી જીવાત નીકળી હોવાની ઘટના સામે આવી છે. અમદાવાદના વસ્ત્રાપુર ખાતે આવેલી હયાત હોટલમાં કે જે તેની બ્રાન્ડ વેલ્યૂના લીધે પ્રખ્યાત છે ત્યાંથી ગ્રાહકને પીરસાયેલા સંભારમાંથી વંદો નીકળ્યો હતો. જેનો હાલ સોશિયલ મીડીયા પર વીડિયો વાયરલ થયો હતો. આ ઘટના બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમ તરત જ હોટલ પર પહોંચી હતી અને હોટલના કિચનને પાલિકાએ સીલ મારી દીધું હતું.

હયાત હોટલના રસોડાને કર્યું સીલ

પ્રાપ્ત માહિતી અનુસાર વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલી હયાત હોટલમાં ખાનગી કંપનીનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી. જ્યારે ખાવાનું શરૂ થયું ત્યારે એક કર્મચારીના સાંભરમાંથી મરેલો વંદો  નીકળ્યો અને તેને જોતાં જ તે આશ્ચર્યચકિત થઈ ગયો. કર્મચારીએ વીડિયો બનાવતા ત્યાંનો મેનેજર સહિત હોટલનો સ્ટાફ આવી પહોંચ્યો હતો. કોઈની પાસેથી કોઈ જવાબ નહોતો. ગ્રાહકોની ફરિયાદના આધારે ફૂડ વિભાગે હયાત હોટલના રસોડાને સીલ કરી દીધું હતું. આ પ્રકારની ઘટનાઓ હાલ વધી રહી છે તેના કારણે ગ્રાહકોના સ્વાસ્થ્ય પર ગંભીર અસર પહોંચી શકે છે.

(ઇનપુટ: અતુલ તિવારી, અમદાવાદ)
 

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT