અમદાવાદ રિવરફ્રન્ટ પરથી સ્મિત ગોહિલની હત્યા કેસમાં નવો વળાંક, 63 કિમી દૂર હવે મિત્રની લાશ મળી
Ahmedabad Murder Case: અમદાવાદના રિવરફ્રન્ટ પર મંગળવારે વહેલી સવારે સ્મિત ગોહિલ નામના યુવકની ગોળી મારીને હત્યા કરાયેલી લાશ મળી આવી હતી. રિવરફ્રન્ટ પર લોહીના ખાબોચિયા…
ADVERTISEMENT
Ahmedabad Murder Case: અમદાવાદના રિવરફ્રન્ટ પર મંગળવારે વહેલી સવારે સ્મિત ગોહિલ નામના યુવકની ગોળી મારીને હત્યા કરાયેલી લાશ મળી આવી હતી. રિવરફ્રન્ટ પર લોહીના ખાબોચિયા જોવા મળતા સૌ કોઈ ચોંકી ઉઠ્યા હતા. ત્યારે બનાવના બીજા જ દિવસે સ્મિતના મિત્ર રવિન્દ્ર લુહારનો 63 કિલોમીટર દૂર વિરમગામમાંથી મૃતદેહ મળી આવ્યો છે.
વિરમગામમાંથી મળેલી યુવકની લાશની ઓળખ થઈ
30મી ઓક્ટોબરપે વિરમગામમાંથી એક યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. જેની તપાસ કરતા આ મૃતદેહ અમદાવાદના રવિન્દ્ર લુહારનો હોવાનો ખુલાસો થયો છે. રવિન્દ્ર અને સ્મિત બંને મિત્રો હતા. રવિન્દ્ર લુહારની હત્યામાં સ્મિત સહીત અન્ય એક મિત્રની સંડોવણીની શંકા હાલમાં સેવાઈ રહી છે. ત્યારે રવિન્દ્રની પૈસાની લેતીદેતીમાં હત્યા થઈ હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. આ હત્યાના સ્થળેથી સ્મિત અને અન્ય મિત્રની હાજરી પણ મળી આવી છે.
રવિન્દ્રની હત્યા કરેલા હથિયારથી સ્મિતની હત્યા
પ્રાથમિક અહેવાલ મજબ, રવિન્દ્રની હત્યા છરી અને ગોળી મારીને કરવામાં આવી છે. એ જ હથિયારથી સ્મિતની પણ હત્યા થઈ હોવાનું અનુમાન છે. હાલમાં ક્રાઇમ બ્રાંચ એ હથિયાર શોધવાની કાર્યવાહી હાથ ધરી છે. રવિન્દ્ર અને સ્મિતની હત્યા અન્ય મિત્રએ જ કર્યાની થિયરી પર પોલીસે તપાસ તેજ કરી છે.
ADVERTISEMENT
રિસાયેલા મિત્રને શોધવા જતા મોત મળ્યું?
ત્યારે રવિન્દ્ર લુહાર રિસાઈ ગયો હોવાથી સ્મિત ગોહિલ તેને શોધવા માટે ગયો હતો. ત્યારે તેની પણ ગોળી મારીને હત્યા કરાયેલી લાશ મળી આવી હતી. બંને મિત્રોનું અચાનક આ રીતે મોત થતા તેમની હત્યાનું રહસ્ય ગૂંચવાયું છે. સ્મિતના પિતાના જણાવ્યા મુજબ, રવિન્દ્ર 2 દિવસથી ગુમ હતો. આથી સ્મિત તેને શોધવા માટે નીકળ્યો હતો. હાલમાં ક્રાઈમ બ્રાન્ચ દ્વારા યશ રાઠોડ નામના એક મિત્રની અટકાયત કરવામાં આવી છે. બંને યુવકોની ઘાતકી હત્યાથી પરિજનો પણ શોકમાં છે.
ADVERTISEMENT