અમદાવાદ કોપ્રોરેશનનો મોટો નિર્ણયઃ નવી મિલકતોની આકારણીના નિયમો બદલ્યા

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદઃ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નવી મિલકતોની આકારણીના નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યો છે. અમદાવાદ કોર્પોરેશનની આજે ચૂંટાયેલી પાંખ અને કોર્પોરેશનના અધિકારીઓ વચ્ચે થયેલી બેઠકમાં નવી આકારણીને લઈને પણ ચર્ચા થઈ હતી. હાલમાં અધિકારીઓ અને ચૂંટાયેલી પાંખના સભ્યો વચ્ચે મન મોટાવ જોવા મળી રહ્યો છે. આજની બેઠકમાં રેવન્યુ કમિટિની અને વોટર કમિટીની બેઠક પણ થઈ હતી. વોટર કમિટીના કામોને મંજુરી નહીં અપાતી હોવાને લઈને ચકમક થઈ હતી.

નવી મિલકતોની આકારણી મામલે નિર્ણય

કોર્પોરેશનની રેવેન્યુ કમિટીની આજે મીટીંગ થઈ હતી. જેમાં નવી મિલકતોની આકારણી મામલે નિર્ણય લેવાયો હતો. જેમાં કેટલાક નિયમો પર ભાર મુકાયો છે. બિલ્ડીંગને બીયુ પરમિશન મળ્યાના 45 દિવસમાં મિલકતની આકારણી કરી દેવામાં આવશે. આ નિયમ કોમર્શિયલ અને રેસિડેન્સ બંને બિલ્ડીંગ્સને લાગુ પડશે. અત્યાર સુધી કોઈ સમય મર્યાદા ન્હોતી જેથી આકારણી સમયસર થતી ન્હોતી. 10 દિવસમાં એસ્ટેટ વિભાગે ટેક્સ વિભાગને જાણ કરી દેવાની રહેશે અને 35 દિવસમાં ટેક્સ વિભાગે આકારણી કરીને બિલ જનરેટ કરી દેવું પડશે.

ST ની બસના ભાડામાં રૂ. 1થી 6 સુધીનો વધારોઃ પ્રાઈવેટ ટ્રાન્સપોર્ટ્સને મબલખ કમાણી-ST પર આર્થિક ભારણ

વોટર કમિટીના ચેરમેન થયા આકરા

કોર્પોરેશનના વોટર કમિટીના ચેરમેન જતીન પટેલે કહ્યું હતું કે, નરોડા મુઠીયા ગામની પાણીની ટાંકીના કામને મંજુરી માટે છેલ્લા છ મહિનાથી લાવવામાં આવ્યું નથી. ટેન્ડર નેગોશિએશન કરવામાં આવશે તેવા બહાને કામ નથી લવાતું. 22 કામોને પેન્ડીંગ રાખવામાં આવ્યા છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT