Ahmedabad: મણિનગરમાં દાસ ખમણની ચટણીમાં જીવડું નીકળ્યું, ખાધા બાદ પરિવારને ઉબકા-ઉલ્ટી

ADVERTISEMENT

દાસ ખમણ
Das Khaman
social share
google news

સમાચાર હાઇલાઇટ્સ

point

અમદાવાદના મણિનગરમાં દાસ ખમણની ચટણીમાં જીવાત નીકળી.

point

અમરાઈવાડીના ગ્રાહકે ખમણ લઈને જઈને ખાતા પરિવારને ઉબકા-ઉલટીની સમસ્યા થઈ હતી.

point

ગ્રાહકે દાસ ખમણ વિરુદ્ધમાં AMCને ઓનલાઈન ફરિયાદ કરી.

Ahmedabad News: શહેરમાં ખાણીપીણીની વસ્તુઓમાં જીવાત નીકળવાની ઘટનાઓ સતત બની રહી છે. હાલમાં જ પ્રહલાદનગરમાં ઘી ગુડની બ્રાન્ચને કિચનમાં જીવાત અને ગંદકીના કારણે સીલ મારી દેવાયું હતું, ત્યાં હવે મણિનગરમાં આવેલા જાણીતા દાસ ખમણની દુકાનમાંથી ગ્રાહકને અપાયેલી ચટણીમાં જીવાત નીકળી હોવાનું સામે આવ્યું છે. આ અંગે ગ્રાહકે જ્યારે દુકાનનો સંપર્ક કર્યો તો તેને ત્યાં જઈને ચટણી બદલી આવવા માટે કહેવાયું. આટલી મોટી બેદરકારી બાદ પણ દુકાનમાલિકનો આવો વ્યવહાર જોઈને ગ્રાહકે AMCમાં ફરિયાદ કરી હતી.

દાસ ખમણની ચટણીમાં જીવાત

વિગતો મુજબ, શહેરના અમરાઈવાડીમાં અલ્કેશ પરમાર નામના વ્યક્તિએ મણિનગરમાં આવેલા દાસ ખમણ નામની દુકાનમાંથી ખમણ સહિતની વસ્તુઓ ખરીદી હતી અને ઘરે આવ્યા હતા. જોકે ખમણ સાથે આપેલી ચટણી ખાધા બાદ તેમના પત્ની તથા બાળકોનો વોમિટ જેવું થતું હતું. ચટણીમાં જોતા અંદર મરેલી જીવાત હતી આથી તેઓ દુકાન પર ગયા હતા અને હાજર વ્યક્તિઓને ચટણી બતાવી હતી. 

ગ્રાહકે AMCમાં ફરિયાદ કરી

દુકાનમાં જઈને વ્યક્તિને ફરિયાદ કરતા તેણે માત્ર ચટણી બદલી આપવાનું કહીને હાથ ખંખેરી લીધા હતા. આથી તેમણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ઓનલાઈન ફરિયાદ નોંધાવી હતી. ત્યારે હવે જોવાનું રહેશે કે AMC દ્વારા દાસ ખમણ સામે શું કાર્યવાહી કરવામાં આવશે. આ પહેલા પણ દાસ ખમણમાંથી ભૂતકાળમાં અનેક વખત આવી ઘટના સામે આવી ચૂકી છે. ફૂડ વિભાગ દ્વારા દુકાનને સીલ પણ મારવામાં આવી હતી. 

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT