Ahmedabadમાં હોટલમાં અંતગપળો માણતા યુવકને હાર્ટ એટેક આવ્યો, ગભરાયેલી યુવતીએ શું કર્યું?
Ahmedabad News: રાજ્યમાં યુવાઓમાં હાર્ટ એટેકના કિસ્સાઓ સતત વધી રહ્યા છે. ક્યારેક ગરબા રમતા તો ક્યારેક ક્લાસમાં બેઠા બેઠા હાર્ટ એટેક આવતા યુવાનો મોતને ભેટી…
ADVERTISEMENT
Ahmedabad News: રાજ્યમાં યુવાઓમાં હાર્ટ એટેકના કિસ્સાઓ સતત વધી રહ્યા છે. ક્યારેક ગરબા રમતા તો ક્યારેક ક્લાસમાં બેઠા બેઠા હાર્ટ એટેક આવતા યુવાનો મોતને ભેટી રહ્યા છે. આ વચ્ચે અમદાવાદના વસ્ત્રાલમાં હોટલના રૂમમાં અંગતપળો માણતા સમયે યુવકને હાર્ટ એટેક આવ્યો હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. સમગ્ર મામલે પોલીસે પ્રાથમિક તપાસ કર્યા બાદ હાર્ટ એટેકથી યુવકનું મોત થયો હોવાનું સામે આવતા ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી હતી.
યુવતી સાથે હોટલમાં ગયો હતો યુવક
વિગતો મુજબ, 32 વર્ષનો મોહંમદ અંસારી નામનો યુવક બુધવારે વસ્ત્રાલમાં આવેલી સરગમ પેલેસ નામની હોટલમાં એક યુવતી સાથે ગયો હતો અને રૂમ બુક કરાવ્યો હતો. જોકે થોડીવારમાં યુવતી હોટલના રૂમમાંથી ગભરાયેલી હાલતમાં બહાર નીકળી ગઈ પરંતુ યુવક બહાર ન આવ્યો. આથી હોટલ સ્ટાફે રૂમમાં જઈને તપાસ હાથ ધરી હતી. ત્યારે યુવક બેડ પર પડેલો દેખાતા પોલીસને જાણ કરવામાં આવી હતી. પહેલા યુવકની હત્યા થઈ હોવાની ચર્ચાઓ ફરતી થઈ હતી. જોકે પોલીસ તપાસમાં હાર્ટ એટેકથી મોત થયો હોવાનું સામે આવ્યું હતું.
પોલીસ તપાસમાં હાર્ટ એટેકથી મોતનું અનુમાન
પોલીસે યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધો હતો. ત્યારે હવે રિપોર્ટ આવ્યા બાદ જ યુવકના મોતનું સાચું કારણ સામે આવી શકશે. નોંધનીય છે કે, રાજ્યમાં યુવાઓમાં હાર્ટ એટેકના વધતા બનાવોથી લોકો ચિંતિત છે. થોડા દિવસ પહેલા જ ખાનપુર વિસ્તારમાં રહેતા યુવકનું યાત્રાથીએ પાછા આવતા સમયે બસમાં એટેક આવતા મોત થઈ ગયું હતું.
ADVERTISEMENT
ADVERTISEMENT