Ahmedabad: ગરમીના એલર્ટ વચ્ચે અમદાવાદમાં જનસેવા કેન્દ્રોના સમયમાં કરાયો ફેરાફાર

ADVERTISEMENT

Jan Seva Kendra
Jan Seva Kendra
social share
google news

Ahmedabad News: અમદાવાદ સહિત રાજ્યભરમાં આકરી ગરમી અને હીટવેવની આગાહી વચ્ચે નાગરિકોના હિતમાં મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. શહેરમાં ગરમીના કારણે જનસેવા કેન્દ્રો સવારે 1 કલાક વહેલા ખુલશે. જેથી કરીને નાગરિકો આકરા તાપથી રાહત મેળવી શકે.

અમદાવાદમાં જનસેવા કેન્દ્રોના સમયમાં ફેરફાર

ગુજરાતના અનેક જિલ્લામાં અંગ દજાડતી ગરમીના કારણે યેલો અને ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. અમદાવાદમાં પણ ઓરેન્જ એલર્ટ સાથે હીટવેવની આગાહી કરવામાં આવી છે. એવામાં અમદાવાદ નિવાસી અધિક કલેક્ટર દ્વારા અખબારી યાદીમાં જણાવાયું છે કે, જાહેર જનતા વિષયક કામગીરી માટે એક અઠવાડિયા સુધી જનસેવા કેન્દ્રોના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે અને સવારે 1 કલાક વહેલા ખૂલશે.

હવે કેટલા વાગે ખુલશે જનસેવા કેન્દ્ર?

હાલમાં જનસેવા કેન્દ્રો સવારે 10.30 વાગ્યે ખુલા છે અને સાંજે 6.10 વાગ્યા સુધી ચાલું હોય છે. જાહેરાત બાદ હવે જનસેવા કેન્દ્રો સવારે 9.30 વાગ્યાથી ખુલશે અને સાંજે 6.10 વાગ્યા સુધી ખુલ્લા રહેશે. ગુજરાતમાં ગરમીના કારણે હિવસ્ટ્રોક અને લૂ લાગવાના અનેક બનાવો સામે આવ્યા છે. સુરત, વડોદરા સહિતના શહેરોમાં લોકોના મોત પણ થયા છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT