'નાથ'ની રથયાત્રાઃ અમદાવાદના આ રસ્તાઓ આજે રહેશે બંધ, અહીં જાણી લો બધું જ
Ahmedabad Rath Yatra 2024: અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 147મી રથયાત્રા નીકળી છે. ભગવાન જગન્નાથજી બહેન સુભદ્રાજી અને ભાઈ બલરામજી સાથે નગરચર્યાએ નીકળ્યા છે.
ADVERTISEMENT
Ahmedabad Rath Yatra 2024: અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 147મી રથયાત્રા નીકળી છે. ભગવાન જગન્નાથજી બહેન સુભદ્રાજી અને ભાઈ બલરામજી સાથે નગરચર્યાએ નીકળ્યા છે. અમદાવાદમાં રથયાત્રાને લઈને ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. રસ્તાઓ પર જય જગન્નાથ...જય જગન્નાથના નાદ સંભળાઈ રહ્યા છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ ભગવાનની નગરચર્યા સમયે રથયાત્રામાં 18 ગજરાજ, 30 અખાડા, 101 ટ્રક અને 18 ભજનમંડળીઓ જોડાઈ છે. અખાડાના કરતબો જોવા માટે લોકોની ભીડ ઉમટી પડી છે.
પોલીસની રથયાત્રાના રૂટ પર ચાંપતી નજર
પોલીસ દ્વારા ડ્રોન દ્વારા ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. કાલુપુર સર્કલ પાસે ડોગ સ્ક્વોડ સાથે પોલીસ તહેનાત છે. આ રથયાત્રાની તમામ સુરક્ષા DG, ADG, IG, DIG કક્ષાના 5 અધિકારીને સોંપવામાં આવી છે. તો રથયાત્રા પર 12,600 પોલીસ સહિત 23,600 જવાનોની નજર હેઠળ રહેશે. આજે ભગવાન જગન્નાથજીની રથયાત્રાને લઈને કેટલાક રસ્તાઓ પણ બંધ કરાયા છે અને કેટલાક રસ્તાઓ ડાયવર્ટ કરાયા છે. તો કેટલાક વિસ્તારોને નો પાર્કિંગ ઝોન જાહેર કરાયા છે.
શહેરના કેટલાક વિસ્તારો “નો પાર્કિંગ ઝોન” જાહેર
ભગવાન જગન્નાથજીની રથયાત્રાને લઈને પોલીસ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જગન્નાથજીની 147મી રથયાત્રા નિમિત્તે શહેરના નીચે જણાવેલ જાહેરમાર્ગોને તા.06/07/24 તથા 07/07/24 ના રોજ દિન-2 માટે “નો પાર્કિંગ ઝોન” જાહેર કરવામાં આવે છે.
ADVERTISEMENT
આ રસ્તાઓ આજે રહેશે બંધ
ખમાસા ચાર રસ્તા, જમાલપુર ચાર રસ્તા, જમાલપુર ફુલ બજાર સવારે 2 વાગ્યાથી રથયાત્રા પુર્ણ થાય ત્યાં સુધી બંધ રહેશે. રાયખડ ચાર રસ્તા, આસ્ટોડીયા દરવાજા સવારે 5થી વાગ્યાથી 11.00 વાગ્યા સુધી અને સાંજે 5 વાગ્યાથી રથયાત્રા પુર્ણ થાય ત્યાં સુધી બંધ રહેશે. આસ્ટોડીયા ચકલા, કાલુપુર સર્કલ સવારે 9 વાગ્યાથી બપોરે 4.30 વાગ્યા સુધી બંધ રહેશે. સારંગપુર સર્કલ, કાલુપુર સર્કલ, કાલુપુર બીજ, સરસપુર, શારદાબેન હોસ્પિટલ ચાર રસ્તા, કાલુપુર સર્કલ કાલુપુર બ્રીજ, અમદુપુરા સવારે 9થી બપોરે 4.30 વાગ્યા સુધી બંધ રહેશે. કાલુપુર સર્કલથી પ્રેમદરવાજા દરીયાપુર દરવાજા, દિલ્લી ચકલા બપોરે 12.30થી 4.30 વાગ્યા સુધી બંધ રહેશે. દિલ્લી ચકલા શાહપુર દરવાજા શાહપુર ચકલા રંગીલા ચોકી, આર.સી.હાઈસ્કુલ, ઘી-કાંટા ચાર રસ્તા, પાનકોર નાંકાથી માણેકચોક, ગોળ લીમડા (બપોરે 5.30થી રથયાત્રા ખમાસા પસાર થાય ત્યાં સુધી બંધ રહેશે.
ADVERTISEMENT
જાણો વૈકલ્પિક માર્ગ/રૂટ
ભગવાન જગન્નાથજીની 147મી રથયાત્રાના પ્રતિબંધિત અને વૈકલ્પિક રૂટની સમય સાથેની વિગત.
ADVERTISEMENT
ADVERTISEMENT