અમદાવાદ: ઈસ્કોન બ્રિજ પર અકસ્માત સર્જીને 9નાં જીવ લેનારો નબીરો બિલ્ડરનો પુત્ર, પિતા પણ ગેંગરેપના આરોપી
અમદાવાદ: શહેરના ઈસ્કોન બ્રિજ પર મોડી રાત્રે સર્જાયેલા અકસ્માતમાં 9 લોકોના જીવ લેનાર નબીરાની ઓળખ તથ્ય પટેલ તરીકે થઈ છે. જે એસ.જી હાઈવે પર મોડી…
ADVERTISEMENT

અમદાવાદ: શહેરના ઈસ્કોન બ્રિજ પર મોડી રાત્રે સર્જાયેલા અકસ્માતમાં 9 લોકોના જીવ લેનાર નબીરાની ઓળખ તથ્ય પટેલ તરીકે થઈ છે. જે એસ.જી હાઈવે પર મોડી રાત્રે પુરપાટ ઝડપે કાર હંકારી રહ્યો હતો. 9 લોકોના મોતનું કારણ બનેલા નબીરા તથ્ય પટેલના પિતા પણ ગુનાહિત ઈતિહાસ ધરાવે છે અને તેઓ ગેંગરેપના કેસમાં આરોપી છે.
તથ્ય પટેલના પિતા ગેંગરેપ કેસના આરોપી
ઈસ્કોન બ્રિજ પર પૂરપાટ ઝડપે કાર ચલાવીને જીવલેણ અકસ્માત સર્જનારા તથ્ય પટેલની સાથે કારમાં યુવતી હોવાનું પણ સામે આવી રહ્યું છે. સાથે જ ગાડીમાંથી પર્સ મળી આવ્યું છે. વિગતો મુજબ તથ્ય પટેલના પિતા પ્રગ્નેશ પટેલ બિલ્ડર છે અને ગોતાના રહેવાસી છે. તેમની સામે 2020માં રાજકોટની યુવતી પર ગેંગરેપનો કેસ નોંધાયો હતો અને આ કેસમાં તે આરોપી છે.
તથ્ય પટેલને હાલ ICUમાં સારવાર હેઠળ રખાયો
અકસ્માત બાદ ટ્રાફિક DCP નીતા દેસાઈએ મીડિયા સમક્ષ નિવેદન આપતા જણાવ્યું હતું કે, ઘટના ડ્રિંક એન્ડ ડ્રાઈવની નથી પરંતુ ઓવરસ્પીડના કારણે અકસ્માત થયો હોવાનું સામે આવ્યું છે. અકસ્માતની ઘટનામાં કોઈને છોડવામાં આવશે નહીં અને કડક કાર્યવાહી કરવામાં આવશે. હાલમાં તથ્ય પટેલ સિમ્સ હોસ્પિટલમાં ICU હેઠળ સારવારમાં છે, ડોક્ટરના કહેવા મુજબ તેને 24 કલાક ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવશે. આથી તેની ધરપકડ કરવામાં આવી નથી.
ADVERTISEMENT
કેવી રીતે સર્જાયો અકસ્માત?
ઈસ્કોન બ્રિજ પર મોડી રાત્રે 1 વાગ્યા આસપાસ થાર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતની ઘટના મળતા પોલીસ ત્યાં પહોંચી હતી, તથા કેટલાક યુવાનો પણ ઊભા હતા. આ દરમિયાન ઓવરસ્પીડમાં આવતી જગુઆર કારે 15થી 20 લોકોને ટક્કર મારીને અડફેટે લીધા હતા. જેના કારણે સ્થળ પર જ 6 લોકોના મોત નિપજ્યા જ્યારે બાદમાં વધુ 3 લોકોના મોત નિપજ્યા હતા. હાલમાં 8-10 લોકો હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને 3 જેટલા લોકો ગંભીર હાલતમાં હોવાનું કહેવાઈ રહ્યું છે.
ADVERTISEMENT