અમદાવાદના ઈસ્કોન બ્રિજ પર લોહીના ખાબોચીયા,નજર પડે ત્યાં લાશ જ લાશ… જુઓ ભયાનક અકસ્માતની 10 તસવીરો
અમદાવાદ: અમદાવાદના ઈસ્કોન બ્રિજ પર સર્જાયેલા સૌથી મોટા અકસ્માતમાં 9 લોકોના કરુણ મોત નિપજ્યા છે. જ્યારે 10 જેટલા લોકો હાલમાં હોસ્પિટલમાં સારવાર હેઠળ છે જેમાંથી…
ADVERTISEMENT
અમદાવાદ: અમદાવાદના ઈસ્કોન બ્રિજ પર સર્જાયેલા સૌથી મોટા અકસ્માતમાં 9 લોકોના કરુણ મોત નિપજ્યા છે. જ્યારે 10 જેટલા લોકો હાલમાં હોસ્પિટલમાં સારવાર હેઠળ છે જેમાંથી 2-3 લોકો ગંભીર હોવાનું કહેવાઈ રહ્યું છે. મૃતકોમાં બે પોલીસકર્મી તથા અન્ય યુવકોનો સમાવેશ થાય છે. અકસ્માત એટલો ભયંકર હતો કે કારની ટક્કર બાદ રોડ પર ઠેર-ઠેર લાશો વિખેરાયેલી હાલતમાં પડી હતી, તો રોડ પર લોહીના ખાબોચીયા ભરાઈ ગયા હતા.
વિગતો મુજબ, અકસ્માત મોડી રાત્રે 1 વાગ્યા આસપાસ સર્જાયો હતો.
ADVERTISEMENT
થાર કાર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા પોલીસકર્મી તથા લોકો ત્યાં ઊભા હતા.
ADVERTISEMENT
ADVERTISEMENT
આ દરમિયાન પાછળથી પૂરપાટ ઝડપે આવતી જગુઆર કાર રોડ પર ઊભેલા લોકોના ટોળામાં ઘુસી ગઈ હતી.
કારની ટક્કર એટલી ભયાનક હતી કે મૃતદેહો છેક 25થી 30 ફૂટ સુધી દૂર ફંગોળાયા હતા.
કારની ટક્કરના કારણે સ્થળ પર જ 6 લોકોના મોત નિપજ્યા હતા, જ્યારે આ બાદ અન્ય 3 લોકોના મોત નિપજ્યા હતા.
અકસ્માતમાં જગુઆર કારના ચાલકને પણ ઈજાઓ પહોંચી હતી.
હાલમાં અકસ્માત સર્જનારા કાર ચાલકને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે અને તે ડિસ્ચાર્જ થતા જ તેની ધરપકડ કરવામાં આવશે.
મૃતકોમાં સુરેન્દ્રનગર અને બોટાદના પણ યુવકોનો સમાવેશ થાય છે.
ADVERTISEMENT