અમદાવાદમાં ફરી હિટ એન્ડ રન, ફટાકડા ખરીદીને જતા પિતા-પુત્રને કારે હવામાં ફંગોળ્યા, પિતાનું મોત
Ahmedabad News: અમદાવાદમાં ફરી એકવાર હિટ એન્ડ રનની (Hit and Run) ઘટના બની છે. શહેરના હાથીજણ સર્કલથી સરસ્વતી ચાર રસ્તા તરફ રીંગ રોડ ક્રોસ કરતા…
ADVERTISEMENT
Ahmedabad News: અમદાવાદમાં ફરી એકવાર હિટ એન્ડ રનની (Hit and Run) ઘટના બની છે. શહેરના હાથીજણ સર્કલથી સરસ્વતી ચાર રસ્તા તરફ રીંગ રોડ ક્રોસ કરતા પિતા-પુત્રને પૂર ઝડપે આવેલી કારે હેવામાં ફંગોળ્યા હતા. અકસ્માતમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા પિતાનું મોત થઈ ગયું, જ્યારે 7 વર્ષના પુત્રને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. સમગ્ર મામલે હવે જે ડિવિઝન ટ્રાફિક પોલીસે અકસ્માત સર્જીને ફરાર થયેલા કાર ચાલક સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
ફટાકડા ખરીદીને જતા કારે ટક્કર મારી
વિગતો મુજબ, વિંઝોલમાં રહેતા વિમળાબેન શનિવારે સાંજે પોતાના પતિ તથા બે પુત્રો સાથે ફટાકડાની ખરીદી કરવા માટે ગયા હતા. ફટાકડા ખરીદીને જ્યારે તેઓ હાથીજણ સર્કલથી સરસ્વતી ચાર રસ્તા પાસે રીક્ષામાંથી ઉતરીને રસ્તો ક્રોસ કરી રહ્યા હતા. ત્યારે જ એક પૂરપાટ ઝડપે આવેલી કારે વિમળાબેનના પતિ શૈલેષભાઈ તથા 7 વર્ષના પુત્ર ધ્રુવલને ટક્કર મારી હતી. જેમાં પિતા-પુત્ર હવામાં ફંગોળાઈને જમીન પર પડતા તેમને ગંભીર ઈજાઓ પહોંચી હતી.
ફરાર કાર ચાલકને શોધવામાં લાગી પોલીસ
અકસ્માત સર્જીને કારનો ચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. જ્યારે ઈજાગ્રસ્ત પિતા-પુત્રને હોસ્પિટલમા દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં શૈલેષભાઈને મૃત જાહેર કરાયા હતા. જ્યારે પુત્ર ધ્રુવલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. દિવાળીના તહેવાર પહેલા જ પરિવારના મોભીના મોતથી પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો. હાલ તો સમગ્ર મામલે પોલીસે ફરાર કાર ચાલકને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.
ADVERTISEMENT
ADVERTISEMENT