અમદાવાદમાં વધ્યો હેર એક્સટેન્શનનો ક્રેઝ, મહિલાઓ કરતા પુરુષો કરી રહ્યા છે વધારે ઉપયોગ

ADVERTISEMENT

gujarattak
social share
google news

Ahmedabad News: દિવાળીના તહેવાર બાદ હવે લગ્નસરાની સીઝન શરૂ થઈ રહી છે. એવામાં પાર્લર અને સલૂનમાં પણ એપોઈન્ટમેન્ટ લઈને જવું પડે તેવી સ્થિતિ હાલ થઈ છે. સુંદર દેખાવા માટે બ્યૂટી પ્રોડ્ક્ટસ અને અલગ અલગ બ્યૂટી ટ્રિટમેન્ટ્સ યુવક અને યુવતીઓ અપનાવતા હોય છે. ત્યારે અમદાવાદમાં હવે હેર એક્સટેન્શનનો પણ ક્રેઝ ઝડપથી વધી રહ્યો છે.

આજની અનિયમિત લાઈફસ્ટાઈલ અને જંકફૂડના સેવનના કારણે નાની ઉંમરમાં જ વાળ સફેદ થવા કે ખરી જવાની સમસ્યા યુવાઓમાં જોવા મળી રહી છે. એક્સટેન્શન પુરુષો જ નહીં મહિલાઓ પણ વાળ ખરવાની સમસ્યાથી પરેશાન છે, વાળ માટે હેર ટ્રાન્સપ્લાન્ટ ખર્ચાળ અને જોખમી ટ્રિટમેન્ટ છે એવામાં હેર એક્સટેન્શનનો ઉપયોગ વધી રહ્યો છે.

શહેરમાં હેર એક્સટેન્શનની કિંમત અંદાજે 500થી 600 રૂપિયાથી શરૂ થાય છે અને ડિમાન્ડ મુજબ તેની કિંમત વધે છે. હાલની સ્થિતિએ મહિલાઓ કરતા પુરુષો વધારે હેર એક્સટેન્શન વધારે કરાવી રહ્યા છે. ત્યારે હેર સ્ટાઈલિસ્ટ દ્વારા પુરુષોને ઘરે જ આયુર્વેદિક ઉપચાર કરવા માટે સૂચન કરાય છે, જેથી ખરતા વાળની સમસ્યાથી છૂટકારો મેળવી શકે અને ઓછી ઉંમરમાં બાલ્ડનેસની સમસ્યા ન થાય.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT