Ahmedabad: વધુ એક નકલી 'PMO' અધિકારી પોલીસની રડારમાં, સરકારી અધિકારીઓને છેતરી પડાવ્યા પૈસા
Ahmedabad Crime News: રાજ્યમાં એક સમયે ખૂબ ચર્ચામાં આવેલા નકલી PMO અધિકારી કિરણ પટેલ જેવા વધુ એક મહાઠગ ક્રાઈમ બ્રાન્ચની રડારમાં આવ્યો છે. પોતે કેન્દ્રિય સુરક્ષા એજન્સીમાં નોકરી કરતો હોવાનું કહીને રૂપેશ દોશી નામનો ઠગ બદલી અને પ્રમોશન કરાવવાની લાલચે પૈસા પડાવતો હોવાનું સામે આવ્યો છે.
ADVERTISEMENT
Ahmedabad Crime News: રાજ્યમાં એક સમયે ખૂબ ચર્ચામાં આવેલા નકલી PMO અધિકારી કિરણ પટેલ જેવા વધુ એક મહાઠગ ક્રાઈમ બ્રાન્ચની રડારમાં આવ્યો છે. પોતે કેન્દ્રિય સુરક્ષા એજન્સીમાં નોકરી કરતો હોવાનું કહીને રૂપેશ દોશી નામનો ઠગ બદલી અને પ્રમોશન કરાવવાની લાલચે પૈસા પડાવતો હોવાનું સામે આવ્યો છે. આ અંગે ભોગ બનનારી એક વ્યક્તિએ ક્રાઈમ બ્રાન્માં ફરિયાદ નોંધાવી છે. જોકે પોલીસ મુજબ રૂપેશ દોષીએ 20થી વધુ લોકો સાથે આ પ્રકારી છેતરપિંડી આચરી હોઈ શકે છે.
કિરણ પટેલ જેવો વધુ એક મહાઠગ
વિગતો મુજબ, સાઉથ બોપલમાં રહેતા રૂપેશ દોશી નામના મહાઠગે પોતે કેન્દ્રિય સુરક્ષા એજન્સીમાં અધિકારી હોવાનું જણાવીને અમદાવાદ મ્યુનિ.ના એક કર્મચારી પાસેથી રૂ.30 હજાર રૂપિયાની છેતરપિંડી આચરી હતી. કર્મચારીનો આરોપ છે કે આરોપી રૂપેશ દોશી સાથે ઉપરી અધિકારીએ તેનો સંપર્ક કરાવ્યો હતો. તેણે કહ્યું હતું કે તે કેન્દ્રની ઉચ્ચ સુરક્ષા એજન્સીમાં નોકરી કરે છે, જેથી સિનિયર IPS-IAS અધિકારીઓ તેમજ મોટા ગજાના રાજકારણીઓ સાથે તેનો ઘરોબો છે. આથી તેની સેવા કરવાથી ભવિષ્યમાં ફાયદો થશે.
મ્યુનિ. કર્મચારીએ સાઈબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી
કર્મચારીએ ઘણીવાર રૂપેશ દોશીને ગિફ્ટ, હોટલમાં રહેવા-ખાવાની વ્યવસ્થા તથા ટેક્સી કરાવી આપી. આ બાદ બદલી કરાવી આપવાનું કહીને રૂપેશે દોશીએ તેની પાસેથી 30 હજાર રૂપિયા લીધા હતા. જોકે બદલી ન થતા ફરિયાદીએ પૈસા પાછા માગતા તે ગલ્લા-તલ્લા કરવા લાગ્યો હતો. જે બાદ તેની વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
ADVERTISEMENT
અન્ય કર્મચારીઓને પણ શિકાર બનાવ્યા હોઈ શકે
પોલીસ મુજબ, રૂપેશ દોશી વિરુદ્ધ હાલમાં એક જ ફરિયાદ મળી છે, જોકે તેણે કલેક્ટર કચેરી, કોર્પોરેશન તથા અન્ય સરકારી કચેરીઓના કર્મચારીઓ સમક્ષ ઉચ્ચ અધિકારીની ઓળખ આપીને તેમની પાસેથી ટેક્સ, ફ્લાઈટ ટિકિટ બુક કરાવવી, હોટલમાં રહેવા સહિતના કામ કરાવીને બદલી તથા પ્રમોશન કરાવવા પૈસા પડાવ્યા હોઈ શકે છે. રૂપેશ દોશી છેલ્લા 5 વર્ષથી આ રીતે પોતે કેન્દ્રિય સુરક્ષા એજન્સીમાં નોકરી કરતો હોવા પોલીસ દ્વારા હાલમાં રૂપેશ દોશી દ્વારા છેતરપિંડીનો ભોગ બનેલા લોકોને ક્રાઈમ બ્રાન્ચમાં સંપર્ક કરવા માટે પણ અપીલ કરાઈ છે. ત્યારે રૂપેશ પટેલની પૂછપરછમાં તેણે અન્ય કોની કોની પાસેથી પૈસા પડાવ્યા છે તે મામલે વધુ ખુલાસાઓ થઈ શકે છે.
ADVERTISEMENT