EWS Awas Yojana: અમદાવાદમાં સસ્તો 2BHK ફ્લેટ ખરીદવાની તક, આવાસ યોજના પર આવી મોટી અપડેટ

ADVERTISEMENT

Awas Yojana Scheme
Awas Yojana Scheme
social share
google news

Ahmedabad EWS Awas Yojana Scheme: અમદાવાદમાં ગરીબ અને આર્થિક રીતે નબળા લોકો પોતાનું ઘરનું ઘર ખરીદી શકે તે માટે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ 1000થી વધુ મકાન મકાનની સ્કીમની જાહેરાત કરવામાં આવી છે. AMC દ્વારા EWS કેટેગરી-2ના કુલ 1055 આવાસ માટે ફોર્મ ભરવાની અરજી પ્રક્રિયા બહાર પાડી છે. ફોર્મ ભરવાની આ પ્રક્રિયા 13 મે સુધી 2024 સુધી ચાલવાની હતી. જોકે AMCની વેબસાઈટ મેઈન્ટેનન્સ માટે 4 દિવસ બંધ રહી હતી, એવામાં ઓનલાઈન અરજી કરવાની મુદતને ચાર દિવસ માટે લંબાવવામાં આવી હતી. હવે 17 મે સુધી EWS આવાસ માટે લોકો ફોર્મ ભરી શકશે.

કઈ-કઈ જગ્યાઓ પર મકાનનો ડ્રો થશે?

પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળની EWS સ્કીમમાં નરોડામાં 400, નરોડા-હંસપુરામાં 355 અને ગોતામાં 400 આવાસ બનાવાશે.  ફોર્મ ભરવા માટે અરજદારે https://ewsapplicationform.ahmedabadcity.gov.in/ વેબસાઈટ પર જઈને પોતાની તમામ માહિતી ભરવાની રહેશે.

કોણ કરી શકે મકાન માટે અરજી?

આર્થિક રીતે નબળા અને વાર્ષિક 3 લાખથી ઓછી આવક ધરાવતા કુંટુંબ માટે EWS-2 આવાસ યોજનાની જાહેરાત કરવામાં આવી છે. 15 માર્ચથી 11 મે સુધીમાં જ આવાસ યોજના માટે 75,000થી વધુ અરજીઓ આવી ચૂકી છે. ત્યારે આગામી 17મી મે સુધીમાં હજુ તેમાં મોટો વધારો થઈ શકે છે. શહેરના નરોડા મુઠીયા, હંસપુરા અને ગોતા વિસ્તારમાં 1055 આવાસો બનાવાશે. લાભાર્થીઓની પસંદગી કોમ્પ્યુટરાઈઝ ડ્રો પદ્ધતિથી કરવામાં આવશે. 

આ પણ વાંચો

ADVERTISEMENT

કેટલી હશે મકાનની કિંમત?

EWS-2 કેટેગરીના આ મકાનો માટે 15 માર્ચ 2024થી 13 મે 2024 સુધી ફોર્મ ભરી શકાશે. ફોર્મ ભરવા માટે અરજદારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની વેબસાઈટ www.ahmedabadcity.gov.in પર ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે. મકાનની કિંમત 5,50,000 રૂપિયા રહેશે અને મેઈન્ટેનન્સની રકમ રૂ.50,000 એમ લાભાર્થીએ કુલ 6 લાખ રૂપિયા ભરવાના રહેશે. આ મકાન 35 ચો.મી.થી વધુ અને 40 ચો.મીથી ઓછા કાર્પેટ એરિયા ધરાવતા હશે. 

પૈસા ભરવા માટે કેટલો સમય મળશે?

અરજદારે અરજી ફોર્મ સાથે ડીપોઝીટની રકમ રૂ.7500 ભરવાના રહેશે. મકાનની કુલ કિંમતના ઓછામાં ઓછા 20% રકમ (અરજી સાથે ભરપાઇ કરેલ ડીપોઝીટ બાદ કરતાં બાકીની રકમ) “ડ્રો” માં સફળ થયા બાદ અમ.મ્યુનિ.કોર્પોરેશન જણાવે ત્યારે અરજદારે ત્રણ માસમાં અચૂકપણે ભરવાની રહેશે. ત્યારબાદ બાકી રહેતી 80% રકમના એક સરખા દસ (10) હપ્તા (અંદાજે એક વર્ષમાં તમામ 80% રકમ થાય તે રીતે) સમયાંતરે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં જમાં કરાવવાના રહેશે. તે ઉપરાંત છેલ્લા હપ્તા સાથે મેન્ટેનન્સ ડીપોઝીટ તથા અન્ય ચાર્જીસ પણ ભરપાઈ કરવાના રહેશે. અરજદાર દ્વારા 20% રકમ જે બેંકમાં ભરેલ હોય તે જ બેંકમાં બાકીના 80% રકમ ભરવાની રહેશે. આવાસ યોજનાનું બાંધકામ પૂર્ણ થયા બાદ મકાનની નક્કી થયેલ પૂરેપૂરી કિંમત ભરપાઈ થયા બાદ જ દસ્તાવેજી પ્રક્રિયા પૂર્ણ થયેથી અરજદારને તેમને ફાળવવામાં આવેલ મકાનનો કબજો સોંપવામાં આવશે.

ADVERTISEMENT

આવાસ યોજનામાં શું સુવિધાઓ મળશે?

સરકારની જાહેરાત મુજબ, આ આવાસ યોજનામાં આકર્ષક એલિવેશન, વિટ્રીફઆઈડ ટાઈલ્સ, મુખ્ય દરવાજામાં બન્ન બાજુએ લેમીનેટેડ ફ્લશ શીટ, પાર્કિગ તેમજ અન્ય જરૂરી જગ્યાએ પેવર બ્લોકનું પેવીંગ, સ્ટાન્ડર્ડ કંપનીની લિફ્ટ, પરકોલેટીંગ વેલ, ભૂકંપ પ્રતિરોધક બાંધકામ, સોલાર પેનલ, પાઉડર કોટેડ એલ્યુમિનિયમ ગ્લાસ સ્લાઈડીંગ વિન્ડોઝ, કેમ્પસમાં આર.સી.સી રસ્તા, ગ્રીન બિલ્ડીંગ કન્સેપ્ટ મુજબનું બાંધકામ, સ્ટ્રીટ લાઈટ તથા પીએનજી કનેક્શન મળશે.

ADVERTISEMENT

આવાસ યોજનાનું ફોર્મ ભરવા માટે જરૂરી દસ્તાવેજો

અરજદારનો ફોટો
અરજદારનું આધારકાર્ડ તથા ઘરના તમામ સભ્યોનું આધારકાર્ડ
આવકનો દાખલો
અરજદારની બેન્ક કેન્સલ ચેક
ઓળખ પુરાવો
રહેઠાણનો પુરાવો (લાઈટબીલ/રેશનકાર્ડ/ભાડા કરાર)માંથી કોઈ એક
અરજદારનો જાતિનો દાખલો (SC/ST/OBC વર્ગ માટે)
BPL કાર્ડની કોપિ
સોગંદનામું (સેલ્ફ ડિક્લેરેશન)

    follow whatsapp

    ADVERTISEMENT