સાવધાન! અમદાવાદમાં ચાર્જિંગમાં મૂકેલી EVની બેટરીમાં બ્લાસ્ટ થતા આખું ઘર સળગીને રાખ થઈ ગયું
Ahmedabad News: વાહનોના પ્રદૂષણને અટકાવવા માટે માર્કેટમાં ઈલેક્ટ્રિક વ્હીકલ આવી ગયા છે. જોકે ઘણીવાર ઈલેક્ટ્રિક વ્હીકલમાં આગ લાગવાની ઘટનાઓ સામે આવી ચૂકી છે. આ વચ્ચે અમદાવાદના વાસણામાં ફ્લેટમાં ઈલેક્ટ્રિક ટુ-વ્હીલરની બેટરી ચાર્જ મૂકતા આગ લાગી હતી.
ADVERTISEMENT
Ahmedabad News: વાહનોના પ્રદૂષણને અટકાવવા માટે માર્કેટમાં ઈલેક્ટ્રિક વ્હીકલ આવી ગયા છે. જોકે ઘણીવાર ઈલેક્ટ્રિક વ્હીકલમાં આગ લાગવાની ઘટનાઓ સામે આવી ચૂકી છે. આ વચ્ચે અમદાવાદના વાસણામાં ફ્લેટમાં ઈલેક્ટ્રિક ટુ-વ્હીલરની બેટરી ચાર્જ મૂકતા આગ લાગી હતી. બેટરીમાંથી શરૂ થયેલી આગ આખા રૂમમાં પ્રસરી હતી અને જોત જોતામાં આખા ઘરમાં પ્રસરી ગઈ હતી. જીવ બચાવવા માટે પરિજનો બારીની છત પર બેસી ગયા હતા. જોકે ફાયરની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચીને આગ પર કાબૂ મેળવ્યો હતો અને પરિજનોને સીડી દ્વારા નીચે ઉતાર્યા હતા.
જીવ બચાવવા બારીની છત પર બેસી ગયા
વિગતો મુજબ, અમદાવાદમાં ફાયર બ્રિગેડ કન્ટ્રોલ રૂમને સવારે 5 વાગ્યે આગની ઘટનાનો કોલ મેળ્યો હતો. વાસણા બેરેજ પર આવેલા સિદ્ધશીલા ફ્લેટના ત્રીજા માળે આગ લાગતા લોકો ફસાયા હતા. આથી ફાયરની ટીમ ત્યાં પહોંચી હતી અને જોયું ત્રીજા માળની બારીના છજા પર 3 લોકો બેઠેલા હતા. આથી ફાયરની ટીમ દ્વારા સીડી લઈને તમામને નીચે ઉતારીને ઘરમાં લાગેલી આગને કાબુમાં લાવવાની શરૂઆત કરાઈ હતી.
ઘરમાં ટુ-વ્હીલરની બેટરી ચાર્જ કરતા ફાટી
આ અંગે ફાયર અધિકારીએ જણાવ્યું હતું કે, ફ્લેટના ત્રીજા માળે મુખ્ય રૂમમાં ઈ-વ્હીકલની બેટરીને ચાર્જિંગમાં મૂકી હતી. દરમિયાન ચાર્જિંગમાં ધડાકા સાથે આગ લાગી હતી અને જોતજોતામાં ઘરનું ટીવી-ફર્નિચર સહિત તમામ સામાન બળીને ખાક થઈ ગયો હતો. ઘરમાં રહેતો પરિવાર જીવ બચાવવા માટે બેડરૂમનો દરવાજો બંધ કરીને બારી પરના છજા પર બેસી ગયો હતો. ખાસ છે કે, ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ. પરંતુ ઘરમાં બેટરી ચાર્જ કરવા મૂકતા લોકો માટે આ ચેતવણી રૂપ ઘટના છે.
ADVERTISEMENT
ADVERTISEMENT