અમદાવાદથી દુબઈ જતી સ્પાઈસ જેટની ફ્લાઈટનું કરાચીમાં ઈમજરન્સી લેન્ડિંગ, એરલાઈન્સે કરવી પડી સ્પષ્ટતા
Ahmedabad-Dubai Flight: અમદાવાદથી દુબઈ જતી સ્પાઈસ જેટની ફ્લાઈટને મેડિકલ ઈમરજન્સી બાદ પાકિસ્તાનના કરાચીમાં ડાયવર્ટ કરવી પડી હતી. ફ્લાઈટમાં સવાર એક મુસાફરની તબિયત ખરાબ હોવાને કારણે…
ADVERTISEMENT
Ahmedabad-Dubai Flight: અમદાવાદથી દુબઈ જતી સ્પાઈસ જેટની ફ્લાઈટને મેડિકલ ઈમરજન્સી બાદ પાકિસ્તાનના કરાચીમાં ડાયવર્ટ કરવી પડી હતી. ફ્લાઈટમાં સવાર એક મુસાફરની તબિયત ખરાબ હોવાને કારણે ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું.
મુસાફર બીમાર પડતા કરાચીમાં લેન્ડિંગ
એરલાઈન્સે જણાવ્યું કે, અમદાવાદથી દુબઈ જતી ફ્લાઈટમાં એક મુસાફર અચાનક બીમાર પડી ગયો. તેથી, મેડિકલ ઈમરજન્સીને ધ્યાનમાં રાખીને ફ્લાઈટને કરાચી તરફ ડાઈવર્ટ કરવામાં આવી હતી. એરલાઈન્સ અનુસાર સ્પાઈસ જેટની બોઈંગ-737 ફ્લાઈટનું કરાચીમાં ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું.
અગાઉ પણ બની હતી આવી ઘટના
આ પહેલા 23 નવેમ્બરે હૈદરાબાદથી જતી ઈન્ડિગોની ફ્લાઈટમાં એક મુસાફરને મેડિકલ ઈમરજન્સી આવી હતી. આ પછી પાકિસ્તાનના કરાચીમાં ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. હોસ્પિટલ પહોંચતા જ મુસાફરને મૃત જાહેર કરવામાં આવ્યો હતો.
ADVERTISEMENT
થોડા સમય પહેલા મુંબઈથી રાંચી જતી ઈન્ડિગોની ફ્લાઈટને એક મુસાફરની મેડિકલ ઈમરજન્સીના કારણે નાગપુર એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું. આ પછી પેસેન્જરને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો, પરંતુ બીમારીના કારણે તેનું મોત થઈ ગયું. ફ્લાઇટમાં પેસેન્જર દેવાનંદ તિવારીને લોહીની ઉલટી થવા લાગી. આ પછી ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જ્યારે ફ્લાઈટ નાગપુર એરપોર્ટ પર લેન્ડ થઈ ત્યારે દેવાનંદ તિવારીને સારવાર માટે નાગપુરની ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જોકે તેને બચાવી શકાયો નહોતો.
ADVERTISEMENT