ધોળકામાં બેકાબૂ ટ્રકે પલટી મારતા રોડની બાજુમાં ઊભેલા લોકો નીચે કચડાયા, 1નું મોત, 4થી વધુ ઈજાગ્રસ્ત
Ahmedabad Accident News: અમદાવાદના ધોળકામાં અકસ્માતની કંપાવી નાખે તેવી ઘટના બની હતી. ધોળકાની વટામણ ચોકડી નજીક પૂર પાટ ઝડપે દોડતો ટ્રક પલટી જતા રસ્તાની બાજુમાં…
ADVERTISEMENT
Ahmedabad Accident News: અમદાવાદના ધોળકામાં અકસ્માતની કંપાવી નાખે તેવી ઘટના બની હતી. ધોળકાની વટામણ ચોકડી નજીક પૂર પાટ ઝડપે દોડતો ટ્રક પલટી જતા રસ્તાની બાજુમાં ઉભેલા લોકો નીચે કચડાઈ ગયા હતા. અકસ્માતની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. વિગતો મુજબ ઘટનામાં 1 વ્યક્તિનું મોત થઈ ગયું છે, તો ચારથી વધુ લોકો ટ્રક નીચે દબાઈ ગયા છે.
રસ્તામાં બાજુમાં ઊભેલી કારને ટક્કર મારી
વિગતો મુજબ, ધોળકાના વટામણ ગામની ચોકડી પર પૂરપાટ ઝડપે દોડી રહેલા ટ્રેલરના ચાલકે ટ્રક પરથી કાબૂ ગુમાવી દેતા તે પલટી ગયું હતું. આ સમયે રસ્તાની બાજુમાં એક સફેદ કલરની કાર ઊભી હતી અને કેટલાક લોકો ત્યાં ઊભા હતા, તે લોકો પણ ટ્રકની નીચે કચડાઈ ગયા હતા. ટ્રકના અકસ્માતનો બાજુમાં ગલ્લા અને લારી લઈને ઊભેલા લોકો પણ ભોગ બન્યા હતા. અકસ્માત એટલો ભયાનક હતો કે જોનારા લોકો પણ કમકમી ઉઠ્યા.
ધોળકા વટામણ ચોકડી પર પૂરપાટ જતા ટ્રકે કારને અડફેટે લઈને ગલ્લામાં ઘુસી ગયો#Dholka #Ahmedabad #CCTV pic.twitter.com/t2CVUorDyD
— Gujarat Tak (@GujaratTak) December 23, 2023
ADVERTISEMENT
ઈજાગ્રસ્તોમાં ટ્રાફિક જવાન પણ સામેલ
ઘટના બાદ ઈજાગ્રસ્તોને ટ્રકની નીચેથી બહાર કાઢીને સારવાર માટે 108 દ્વારા તાત્કાલિક ધોળકાની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતની જાણ થતા જ પોલીસનો કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો. ટ્રક ચાલકની પણ પોલીસે અટકાયત કરી લીધી છે. માહિતી મુજબ, અકસ્માતમાં 1 વ્યક્તિનું મોત નિપજ્યું છે. તો ઈજાગ્રસ્તોમાં ટ્રાફિક જવાન પણ સામેલ છે.
ADVERTISEMENT