Ahmedabad: રેસ્ટોરાંમાં પીરસાયેલા સાંભારમાંથી નીકળ્યો મરેલો ઉંદર, AMCએ સીલ મારી દીધું
Ahmedabad News: બહારનું ખાવાના શોખીનો માટે વધુ એક ચેતવણી રૂપ કિસ્સો સામે આવ્યો છે. બહારના ભોજનમાં જીવાત અને ગરોળી-ઉંદર મળવાની ઘટનાઓ રોજે રોજ બહાર આવી રહી છે. અમદાવાદના નિકોલમાં હવે ઢોંસા ખાવા ગયેલા વ્યક્તિને કડવો અનુભવ થયો છે.
ADVERTISEMENT
Ahmedabad News: બહારનું ખાવાના શોખીનો માટે વધુ એક ચેતવણી રૂપ કિસ્સો સામે આવ્યો છે. બહારના ભોજનમાં જીવાત અને ગરોળી-ઉંદર મળવાની ઘટનાઓ રોજે રોજ બહાર આવી રહી છે. અમદાવાદના નિકોલમાં હવે ઢોંસા ખાવા ગયેલા વ્યક્તિને કડવો અનુભવ થયો છે. રેસ્ટોરાંએ પીરસેલા સાંભારમાં મરેલું ઉંદર મળી આવ્યો છે. જેનો વીડિયો હાલમાં સામે આવ્યો છે.
સાંભારમાંથી નીકળ્યો મરેલો ઉંદર
વિગતો મુજબ, શહેરના નિકોલમાં આવેલા દેવી ઢોંસા નામની રેસ્ટોરાંમાં ગ્રાહક પરિવાર સાથે જમવા ગયો હતો. અહીં તેણે ઢોંસાનો ઓર્ડર આપ્યો હતો. ગ્રાહકને વાટકીમાં સાંભાર પીરસવામાં આવ્યો હતો જેમાં મરેલું ઉંદરનું બચ્ચું હતું. જેથી ગ્રાહકે તાત્કાલિક રેસ્ટોરાંમાં હાજર વ્યક્તિને બોલાવીને ફરિયાદ કરી હતી. ઉપરાંત ખાણી-પાણીમાં ઉંદરનું બચ્ચનું નીકળતા મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગને પણ જાણ કરી હતી. જે બાદ ફૂડ વિભાગની ટીમ નિકોલમાં આવેલા રેસ્ટોરાંમાં તપાસ કરવા પહોંચી હતી.
ફૂડ વિભાગે રેસ્ટોરાંને સીલ મારી
ફૂડ વિભાગની તપાસમાં રેસ્ટોરાંના રસોડામાં અનહાઈજેનિક કન્ડિશનમાં સ્થિતિ જોવા મળી હતી. ખુલ્લામાં રસોડું હતું અને જીવતંજુઓ પણ હતા. આથી ફૂડ વિભાગ દ્વારા દેવી ઢોંસા રેસ્ટોરાંને સીલ મારી દેવામાં આવ્યું હતું.
ADVERTISEMENT
નોંધનીય છે કે, આ પહેલા ગઈકાલે જામનગરમાં બાલાજી વેફરમાંથી ગ્રાહકે મરેલો દેડકો નીકળ્યો હોવાના આરોપ લગાવ્યા હતા. તો થોડા દિવસો પહેલા નોઈડાની મહિલાને અમૂલના આઈસક્રિમમાંથી કાનખજૂરો નીકલ્યો હતો. તો મુંબઈમાં ડોક્ટરને આઈસક્રિમ કોનમાંથી વ્યક્તિની કપાયેલી આંગળી મળી હતી.
ADVERTISEMENT