અમદાવાદમાં નીકળો તો રખડતા ઢોરથી ચેતજો, રસ્તે જતી મહિલાને ગાય 20 સેકન્ડ સુધી રગદોળતી રહી
Ahmedabad Cow Attack: શહેરમાં રખડતા ઢોરની સમસ્યામાં હાઈકોર્ટની ફટકાર બાદ પણ કોઈ સુધારો થયો નથી. જાહેર રસ્તાઓ પર રખડતા ઢોરના કારણે ક્યારેક વાહન ચાલકો તો…
ADVERTISEMENT
Ahmedabad Cow Attack: શહેરમાં રખડતા ઢોરની સમસ્યામાં હાઈકોર્ટની ફટકાર બાદ પણ કોઈ સુધારો થયો નથી. જાહેર રસ્તાઓ પર રખડતા ઢોરના કારણે ક્યારેક વાહન ચાલકો તો ક્યારેક રાહદારીઓ ઈજાગ્રસ્ત થયા છે અને કેટલાક કિસ્સામાં મોત પણ થયા છે. જેને લઈને હાઈકોર્ટ દ્વારા કોર્પોરેશનને ઠપકો આપીને નક્કર પગલા ભરવા કહેવાયું હતું. આ વચ્ચે શહેરના નરોડા વિસ્તારમાં રખડતા ઢોરે રસ્તે જતી મહિલાને અડફેટે લીધી હતી અને પગ નીચે ખૂંદી નાખી હતી. ઢોરના હુમલાની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી.
આ વીડિયો નરોડા વિસ્તારનો હોવાનું કહેવાઈ રહ્યું છે. જેમાં મહિલા રસ્તા પર ચાલતા જતી હોય છે, ત્યારે જ અચાનક ગાય તેની પાછળ દોડે છે. મહિલા ભાગવા જતા પડી જાય છે અને ગાય તેને 20 સેકન્ડ સુધી પગથી રગદોળતી રહે છે. જે બાદ ત્યાં રહેલી અન્ય ગાયો પણ અહીં દોડીને આવી જાય છે. ત્યારે સ્થાનિક લોકો ત્યાં આવી જાય છે અને મહિલાને બચાવે છે. હુમલામાં મહિલાને ગંભીર ઈજા પહોંચતા સારવાર માટે
અમદાવાદના નરોડા વિસ્તારમાં રસ્તે જતી મહિલા પર ગાયનો હુમલો, પગથી રગદોળતી રહી #Ahmedabad #StrayAttack #GujaratiNews pic.twitter.com/ehH0KBBIxq
— Gujarat Tak (@GujaratTak) August 29, 2023
ADVERTISEMENT
ADVERTISEMENT