ઈરાનમાં કિડનેપ થયેલા અમદાવાદના દંપતીનો આખરે છૂટકારો, ગુજરાત પોલીસે બે એજન્ટ સામે નોંધી FIR

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ: અમેરિકા જવાની ઘેલછામાં નીકળેલા અમદાવાદના દંપતીને એજન્ટ દ્વારા ઈરાનમાં કિડનેપ કરવામાં આવ્યું હતું. હવે આ દંપતીને છોડાવવામાં ગુજરાત સરકારને મોટી સફળતા મળી છે. દંપતીના પરિવારજનો દ્વારા ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીને આ અંગે ફરિયાદ કરીને મદદની માગણી કરવામાં આવી હતી. ત્યારે રથયાત્રાની તૈયારી વચ્ચે ઈરાનના તેહરાનમાં જ્યાં દંપતીને ગોંધી રાખવામાં આવ્યું હતું ત્યાંથી તેમને અપહરણકારોના ચૂંગાલમાંથી છોડાવી લેવામાં આવ્યા છે અને આજે તે સ્વદેશ પરત ફરશે.

પરિવારે ગૃહરાજ્ય મંત્રીનો આભાર માન્યો
જે બાદ કિડનેપ થયેલા યુવક પંકજ અને નીશા પટેલના પરિવારજનોએ ગૃહરાજ્યમંત્રીનો આભાર માન્યો હતો. યુવકના પરિવારજનોની ફરિયાદ બાદ ગૃહમંત્રી હર્ષ સંઘવીએ મિનિસ્ટ્રી ઓફ એક્ટર્નલ અફેર્સ, IB, રો, ઈન્ટરપોલનો સંપર્ક કર્યો હતો. આ બાદ ઈરાનમાં ભારતીય દૂતાવાસ તથા તહેરાનના ડેપ્યુટી ચોફ ઓફ મિશન જોન માઈનનો સંપર્ક કરીને પંકજ અને નિશાને શોધવા માટે મદદની માગણી કરવામાં આવી હતી.

બે એજન્ટ સામે FIR નોંધાઈ
તો બીજી તરફ ઈરાનમાં ફસાયેલા યુવકના ભાઈની અરજીના આધારે હવે બે એજન્ટ સામે સામે ફરિયાદ નોંધવામાં આવી છે. FIR મુજબ એજન્ટ દ્વારા પૈસા પડાવવા આ અપહરણનું કાવતરું ઘડવામાં આવ્યું છે અને અભય રાવલ અને પીન્ટુ ગોસ્વામી નામના બે વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધવામાં આવી છે.

ADVERTISEMENT

શું હતો મામલો?
અમદાવાદના નરોડામાં રહેતા દંપતી પંકજ અને નીશા પટેલે એજન્ટ મારફતે વાયા ઈરાન થઈને અમેરિકા જવા નીકળ્યું હતું. અમેરિકા જવા માટે 1.15 કરોડ રૂપિયામાં ડીલ નક્કી થઈ હતી, જોકે તેમણે કોઈ રૂપિયા આપ્યા નહોતા. તેમને પહેલા હૈદરાબાદ લઈ જવામાં આવ્યા, ત્યાંથી બીજો એજન્ટ વાયા દુબઈ, ઈરાન થઈને અમેરિકા લઈ જશે તેવી ડીલ થઈ હતી. જોકે અમેરિકા જવાના બદલે ઈરાનમાંથી તેમનું અપહરણ કરી લેવાયું અને યુવકના શરીર પર બ્લેડના ઘા મારીને યાતનાઓ આપવામાં આવી હતી.

પંકજને યાતના આપતો વીડિયો અપહરણકારો દ્વારા બનાવવામાં આવ્યો હતો, જેમાં તેના શરીર પર બ્લેડના ઘા મારીને પૈસાની માગણી કરવામાં આવી હતી. વીડિયોમાં યુવક કહી રહ્યો છે, જલ્દીથી પૈસા મોકલો નહીંતર આ લોકો મને મારી નાખશે. વીડિયો સામે આવતા કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં યુવકના ભાઈ દ્વારા અરજી આપવામાં આવી હતી.

ADVERTISEMENT

 

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT