Ahmedabad News: અમદાવાદમાં રોડ પર દોડતી રીક્ષા ઉછળીને પલટી ખાઈ ગઈ, વિચિત્ર અકસ્માત CCTVમાં કેદ
Ahmedabad News: શહેરમાં અકસ્માતની ઘટનાઓ સતત વધી રહી છે. આ વચ્ચે શહેરના ચંડોળા વિસ્તારમાં રીક્ષાનો વિચિત્ર અકસ્માત સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયો હતો. જેમાં રોડ…
ADVERTISEMENT
Ahmedabad News: શહેરમાં અકસ્માતની ઘટનાઓ સતત વધી રહી છે. આ વચ્ચે શહેરના ચંડોળા વિસ્તારમાં રીક્ષાનો વિચિત્ર અકસ્માત સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયો હતો. જેમાં રોડ પર દોડતી રીક્ષા અચાનક પલટી મારી ગઈ હતી. જોકે સદનસીબે ચાલકનો બચાવ થયો હતો.
ચંડોળા વિસ્તારમાં પેટ્રોલ પાસે એક અજબ ગજબ અકસ્માતની ઘટના સામે આવી હતી. ગુરુરુવારના રોજ એક રીક્ષા ચાલક રસ્તા પર પોતાની રીક્ષા ચલાવી રહ્યો હતો. ત્યારે અચાનક રીક્ષા હવામાં ઉડીને ફંગોળાઈ ગઈ અને પલટી મારી ગઈ. જેમાં રીક્ષા ચાલક બહાર પટકાયો હતો પણ સદનસીબે પાછળથી કોઈ ભારે વાહન રસ્તા પર ન આવતું હોવાથી મોટી દુર્ઘટના ટળી હતી. સમગ્ર અકસ્માતની ઘટના રોડપરની દુકાનના CCTVમાં કેદ થઈ ગઈ હતી.
અમદાવાદમાં રોડ પર દોડતી રીક્ષા હવામાં ઉછળીને પલટી ખાઈ ગઈ, અકસ્માત સીસીટીવીમાં કેદ થયો#Ahmedabad #Accident pic.twitter.com/RMnTImyS7y
— Gujarat Tak (@GujaratTak) September 22, 2023
ADVERTISEMENT
ADVERTISEMENT