Ahmedabad Accident: અમદાવાદના SG હાઈવે પર બે દિવસમાં બીજો જીવલણે અકસ્માત, 1નું મોત, 4 ઈજાગ્રસ્ત

ADVERTISEMENT

gujarattak
social share
google news

Ahmedabad Accident News: અમદાવાદમાં ફરી એકવાર જીવલેણ અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં એક વ્યક્તિનું મોત થઈ ગયું છે, તો અન્ય 4 લોકો ઈજાગ્રસ્ત થઈ જતા તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતા જ પોલીસનો કાફલો સ્થળ પર પહોંચી ગયો છે અને વધુ તપાસ હાથ ધરી છે.

વહેલી સવારે કાર પલટી જતા અકસ્માત

Vtvના રિપોર્ટ્સ મુજબ, શહેરના એસ.જી હાઈવે પર પકવાન બ્રિજથી ગાંધીનગર તરફ જતા રોડ પર આજે વહેલી સવારે અકસ્માત થયો હતો. જેમાં કાર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવી દેતા કાર ડિવાઈડર પર ચડીને પલટી મારી ગઈ હતી. અકસ્માત બાદ રાહદારીઓના ટોળે ટોળા એકઠા થઈ ગયા હતા અને કારમાં સવાર લોકોને બહાર કાઢીને એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી.

કારમાં સવાર એક વ્યક્તિનું મોત

અકસ્માતમાં કારમાં સવાર એક વ્યક્તિનું મોત નિપજ્યું હતું, તો અન્ય 4 જેટલા લોકો ઈજાગ્રસ્ત થઈ જતા તેમને હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા છે. બીજી તરફ પોલીસનો કાફલો પણ અકસ્માત સ્થળે દોડી આવ્યો હતો અને કારને દૂર કરવાની કામગીરી હાથ ધરી હતી.

ADVERTISEMENT

ગઈકાલે પણ થયો હતો SG હાઈવે પર અકસ્માત

ખાસ છે કે, ગઈકાલે જ એસ.જી હાઈવે પર અકસ્માતમાં એક યુવકનું મોત થયું હતું. સવારે 8 વાગ્યે ઓફિસે જવા નીકળેલા યુવકને સોલા બ્રિજ પર એક ખાનગી કંપનીની બસના ચાલકે અડફેટે લીધો હતો. એવામાં બાઈક ચાલક અંકિત પ્રજાપતિનું સ્થળ પર જ મોત નિપજ્યું હતું.

    follow whatsapp

    ADVERTISEMENT