અમદાવાદમાં હવે સ્કૂલોમાં પણ લાંચની માંગ, સ્કોલરશિપના પૈસામાંથી વિદ્યાર્થિની પાસે ક્લાર્કે 12 હજાર માગ્યા

ADVERTISEMENT

gujarattak
social share
google news

Ahmedabad News: ગુજરાતમાં લાંચિયા અધિકારીઓના એક બાદ એક કિસ્સાઓ સામે આવી રહ્યા છે. સુરતમાં જ તાજેતરમાં નગરપાલિકાના CA 2.50 લાખની લાંચ લેતા ઝડપાયા હતા. હવે અમદાવાદમાં સ્કૂલમાં વિદ્યાર્થિનીને સરકારે પાસ કરેલી શિષ્યવૃત્તિ આપવા માટે 12 હજારની લાંચ માગનારા ક્લાર્ક અને પ્યૂન ACBના સકંજામાં આવી ગયા છે.

વિદ્યાર્થિનીને સ્કોલરશિપના 32 હજાર મળ્યા હતા

વિગતો મુજબ, અમદાવાદના નરોડામાં આવેલી ઉમા શિક્ષણ તીર્થ સ્કૂલમાં ધો.12 સાયન્સમાં અનુસૂચિત જાતિની વિદ્યાર્થિની અભ્યાસ કરે છે. સાથે તે JEEની પણ તૈયારી કરી છે. સરકાર દ્વારા વિદ્યાર્થિનીને 32,300 રૂપિયાની સ્કોલરશિપ આપવામાં આવી હતી. આ માટે સ્કૂલના ક્લાર્ક નિકેત પટેલ તથા પ્યૂન શિવાજી ઠાકોર ડોક્યુમેન્ટ સબમિટ કરવાની પ્રક્રિયા કરી હતી. જ્યારે વિદ્યાર્થિનીના ખાતામાં સ્કોલરશીપના પૈસા આવ્યો તો તેમણે 12,000 રૂપિયાની માંગણી કરી હતી.

અન્ય વિદ્યાર્થીઓ પાસેથી પણ કડકી કરી

જેથી વિદ્યાર્થિનીના પિતાએ ACBને જાણ કરતા છટકું ગોઠવીને ક્લાર્ક અને પ્યૂનને ઝડપી લેવામાં આવ્યા હતા. ACBને પૈસાની માગણી કરતું રેકોર્ડિંગ પણ મળ્યું હતું. સાથે જાણવા મળ્યું કે નિકેત પટેલ સ્કૂલમાં JEE, NEETની તૈયારી કરાવવા પણ આવતો હતો અને અન્ય અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓના ખાતામાંથી પણ સ્કોલરશિપના પૈસાની કટકી કરતો હતો. સમગ્ર મામલે હવે વિદ્યાર્થીઓના વાલીની પૂછપરછ કરવામાં આવી રહી છે. તથા ક્લાર્ક અને પ્યૂનની મિલકતની તપાસ કરવામાં આવી રહી છે.

ADVERTISEMENT

 

    follow whatsapp

    ADVERTISEMENT