Ahmedabad માં આ 21 રસ્તાઓ આજે બંધ રહેશે, ઘરેથી નીકળતા પહેલા લિસ્ટ જોઈ લેજો

ADVERTISEMENT

અમદાવાદમાં 21 રસ્તાઓ બંધ
Ahmedabad News
social share
google news

Ahmedabad: આજે મહોરમ નિમિત્તે અમદાવાદ શહેરમાં જુદા જુદા વિસ્તારમાં તાજીયા નીકળવાના છે. ત્યાર બાદ વિસર્જન માટે ભેગા થશે. જેના પગલે શહેરના કેટલાક રસ્તાઓ પર વાહન વ્યવહાર માટે બંધ કરાયો છે તો કેટલાક માર્ગ પર નો પાર્કિંગ ઝોન જાહેર કરાયો છે. અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા આ અંગે જાહેરનામું બહાર પડાયું છે અને વાહનોની અવરજવર માટે પ્રતિબંધિત માર્ગોની લિસ્ટ જાહેર કરાઈ છે.

મહોરમ નિમિત્તે અમદાવાદના જુદા જુદા વિસ્તારોમાં તાજીયા નીકળશે અને નજીકના વિસ્તારોમાં ફરીને આખરે વિસર્જન માટે ભેગા થશે. આ દરમિયાન બપોરે 2 વાગ્યાથી રાતના 12 વાગ્યા સુધી કેટલાક માર્ગો પર ટ્રાફિક અવરજવરનો પ્રતિબંધ મૂકાયો છે. મહોરમના તાજીયાના તહેવાર નિમિત્તે ટ્રાફિકના સરળ નિયમન અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ દ્વારા આ જાહેરનામું બહાર પડાયું છે. 

આ 21 રસ્તાઓ બપોરથી રાત સુધી બંધ રહેશે

  1. દિલ્હી ચકલાથી મિરઝાપુ તરફથી કાંટા તરફનો માર્ગ
  2. શાહપુર દરવાજા હવાબંદરથી મીરઝાપુર ચોક તરફ સુધીનો માર્ગ
  3. રેવડી બજારથી રિલિફ રોડ તરફ વિજળીઘર સુધીનો માર્ગ
  4. જમાલપુર દરવાજાથી ખમાસા ચાર રસ્તા સુધીનો માર્ગ
  5. રાયખડથી ખામાસા ચાર રસ્તા સુધીનો માર્ગ
  6. સારંગપુર સર્કલથી આસ્ટોડિયા દરવાજા અને ખમાસા સુધીનો માર્ગ
  7. નહેરુબ્રિજ તરફથી રૂપાલી સિનેમા તરફનો માર્ગ
  8. કામા હોટલ સર્કલથી ખાનપુર દરવાજા સુધીનો માર્ગ
  9. રખિયાલ ચાર રસ્તાથી સારંગપુર સર્કલ સુધીનો માર્ગ
  10. વિક્યોરિટી ગાર્ડન ચાર રસ્તાથી ઈટાલીયન બેકરી સુધીનો માર્ગ
  11. ખારુનાળાથી ખાસબજાર તરફનો માર્ગ
  12. રાયખડ ચાર રસ્તાથી મધર ટેરેસા ચોક સુધીનો માર્ગ
  13. જસવંત શોપ ફેક્ટી તરફથી રાજનગર માર્કેટ સુધીનો માર્ગ
  14. જલારામ મંદિરના ખાંચા તરફથી રાજનગર માર્કેટ સુધીનો માર્ગ
  15. મ્યુનિસિપલ કોઠાથી દાણાપીઠ ચાર રસ્તા સુધીનો માર્ગ
  16. ખમાસા ચોકી તરફથી પારસી અગીયારી તરફનો માર્ગ
  17. જીલ્લા પંચાયત તરફથી ભદ્ર તરફનો માર્ગ
  18. વિજળીઘર ચાર રસ્તા તરફથી ભદ્ર તરફનો માર્ગ
  19. રિલિફ ચાર રસ્તા તરફથી ખાસ બજાર તરફનો માર્ગ
  20. પાનકોર નાકાથી ભદ્ર મંદિર તરફનો માર્ગ
  21. સાબરમતી નદીના પૂર્વ છેડે નહેરુબ્રિજ તથા એલિસબ્રિજ નીચે તાજીયા ઠંડા થવા માટે આવનાર હોવાથી આ માર્ગ નો-વ્હીકલ ઝોન રહેશે.

વૈકલ્પિ માર્ગ કયા?

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT