Ahmedabad: 17 વર્ષની સગીરાએ ઘરમાંથી પૈસા-દાગીના ચોરીને પ્રેમીને આપ્યા, હકીકત જાણીને માતા-પિતા ચોંક્યા

ADVERTISEMENT

સરખેજ પોલીસ સ્ટેશનની તસવીર
Ahmedabad Crime News
social share
google news

સમાચાર હાઇલાઇટ્સ

point

અમદાવાદમાં સરખેજમાં 17 વર્ષની સગીરાએ પ્રેમીએ પૈસા માગતા ઘરમાં ચોરી કરી.

point

કોલેજમાં ભણતી સગીરાને હોટલમાં લઈ જઈને પ્રેમીએ સંબંધ બાંધ્યા હતા.

point

સગીરાના પિતાએ દીકરાના પ્રેમી વિરુદ્ધ સરખેજ પોલીસમાં ફરિયાદ નોંધાવી.

Ahmedabad Crime News: અમદાવાદના સરખેજ વિસ્તારમાં રહેતા પરિવારની તિજોરીમાંથી રોકડ રકમ અને દાગીના ચોરી થવાની ઘટના બની હતી. ઘરના જ સદસ્યોની પૂછપરછમાં દીકરાના પ્રેમ સંબંધનો ખુલાસો થયો હતો. આટલું જ નહીં સગીર દીકરીએ પૈસા અને દાગીના ચોરીને પ્રેમી આપી દીધા હતા અને બંને વચ્ચે હોટલમાં શરીર સંબંધ પણ બંધાયા હતા. આ અંગે જાણ થતા પિતાએ પુત્રીના પ્રેમી વિરુદ્ધ માં સરખેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

તિજોરીમાં મૂકેલા દાગીના અને રોકડ ગાયબ

વિગતો મુજબ, સરખેજમાં રહેતી 17 વર્ષની સગીરા કોલેજમાં અભ્યાસ કરે છે. સગીરાના પિતાએ થોડા દિવસ પહેલા 25 હજાર રૂપિયા તિજોરીમાં મૂકવા માટે આપ્યા હતા. જોકે બીજા દિવસે પૈસા લેવા જતા તિજોરીમાં તે નહોતા. આ સાથે તિજોરીમાં મૂકેલા સોનાના દાગીના પણ ઓછા જણાતા ઘરના સભ્યોની પૂછપરછ કરવામાં આવી હતી. જેમાં સગીરાએ પોતાના પ્રેમ સંબંધની કબૂલાત કરી હતી.

દીકરીના પ્રેમ સંબંધ વિશે જાણી પિતા ચોંક્યા

પિતા સમક્ષ સગીરાએ જણાવ્યું હતું કે, તેને ધોળકાના યુવક સાથે સોશિયલ મીડિયાથી સંપર્ક થયો અને બંને પ્રેમમાં પડ્યા હતા. જોકે યુવકે લગ્નની લાલચ આપીને સગીરાને ઉજાલા સર્કલે આવેલી હોટલમાં લઈ જઈને શરીર સંબંધ બાંધ્યા હતા. બાદમાં યુવકને પૈસાની જરૂર પડતા તેણે સગીરા પાસે માગ્યા હતા. આથી સગીરાએ ઘરમાં પડેલા દાગીના પ્રેમીને આપ્યા હતા. બાદમાં યુવકે ફરી પૈસાની માગણી કરતા સગીરાએ ઘરમાંથી જ 25 હજાર ઉઠાવી જઈને પ્રેમીને આપ્યા અને બાદમાં બંને ફરી હોટલમાં ગયા અને શરીર સંબંધ બાંધ્યા હતા. હકીકતની જાણ થતા સગીરાના પિતાના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. આખરે તેમણે સરખેજ પોલીસ સ્ટેશનમાં દીકરીના પ્રેમી વિરુદ્ધ ગુનો નોંધાવ્યો હતો.  
 

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT