VIDEO: અમદાવાદના રસ્તા પર કોઈ નહીં જોવે એવા વહેમમાં કપલે કરી નાખ્યું બેડરૂમવાળું કામ
એકદમ ફિલ્મી સ્ટાઇલમાં આ કપલની હરકતનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો
ADVERTISEMENT
Couple Romance On Bike: જવાનીયાઓ હવે માઝા મૂકી રહ્યાં છે અને જાહેરમાં અશ્લિલતાનું પ્રદર્શન કરી રહ્યા છે. ત્યારે જ મદાવાદના નિકોલ હાઈવે પર એક કપલે ચાલુ બાઈક પર કિસ કરતા જોવા મળ્યા. એકદમ ફિલ્મી સ્ટાઇલમાં આ કપલની હરકતનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. જોકે, ગણતરીના કલાકોમાં અમદાવાદ પોલીસે આ યુવકને ઝડપી પડ્યો હતો.
નિકોલના રસ્તાઓ પર ભાન ભૂલતું યુવાધન
નિકોલ પર રાતના સમય પર એક યુવક અને યુવતી ફિલ્મી સ્ટાઇલમાં કિસ કરતા જોવા મળ્યા હતા. આ જ સમયે પાછળથી આવતા એક કાર ચાલકે આ વીડિયો બનાવ્યો હતો. જે વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.
ADVERTISEMENT
આ વાયરલ વીડિયો નિકોલ રિંગ રોડનો હોવાનું સામે આવ્યું છે. વીડિયો વાયરલ થયાના ગણતરીના જ કલાકમાં અમદાવાદ પોલીસે આરોપી યુવક વિવેક રામવાનીની ધરપકડ કરી લીધી હતી.
ADVERTISEMENT
અમદાવાદ પોલીસે આ વીડિયો ટ્વિટર પર પોસ્ટ કર્યો છે જેથી આ પ્રકારના બનાવોને અટકાવી શકાય. વિવેક રામવાનીની કુબેર નગરથી ઝડપી પાડવામાં આવ્યો હતો.
ADVERTISEMENT
(ઇનપુટ: અતુલ તિવારી, અમદાવાદ)
ADVERTISEMENT