નકલી ડિગ્રીવાળા 9 ફાયર અધિકારીઓ સસ્પેન્ડ, અમદાવાદ મનપામાં મોટી ગડબડનો પર્દાફાશ

Gujarat Tak

ADVERTISEMENT

Ahmedabad
Ahmedabad
social share
google news

Ahmedabad News: અમદાવાદ મનપા કમિશનર દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફરજ બજાવતા 3 ડિવિઝનલ ફાયર ઓફિસર સહિત 9 ફાયર બ્રિગેડના અધિકારીઓની નોકરીમાંથી હકાલપટ્ટી કરવામાં આવી છે. ખોટી રીતે સ્પોન્સરશિપ લેટર રજૂ કરી તાલીમ મેળવ્યો હોવાનો મામલો હોવાથી તેના પર એક્શન લીધી હોવાની વાત સામે આવી રહી છે. અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર દ્વારા આ ઓર્ડર કરાયો છે.

નોકરીમાંથી હકાલપટ્ટી કરેલ અધિકારીઓના નામ

કૈઝાદ દસ્તુર ડિવિઝનલ ફાયર ઓફિસર
ઓમ જાડેજા ડિવિઝનલ ફાયર ઓફિસર
ઈનાયત શેખ ડિવિઝનલ ફાયર ઓફિસર
મેહુલ ગઢવી સ્ટેશન ઓફિસર
શુભમ ખડિયા સ્ટેશન ઓફિસર
અનિરૂદ્ધ ગઢવી સ્ટેશન ઓફિસર
સુધીર ગઢવી સ્ટેશન ઓફિસર
અભિજીત ગઢવી સ્ટેશન ઓફિસર
આસિફ શેખ સબ ફાયર ઓફિસર

ખોટી રીતે મેળવી નોકરી  

માહિતી મળી રહી છે કે, ડિવિઝનલ ફાયર ઓફિસર ઇનાયત શેખ અને ઓમ જાડેજાએ ગુજરાત સ્ટેટ સિવિલ ડિફેન્સ અમદાવાદની બોગસ સ્પોન્સરશીપ દ્વારા નાગપુરની નેશનલ ફાયર સર્વિસ કોલેજમાં પ્રવેશ મેળવી સબ ઓફિસરનું પ્રમાણપત્ર મેળવ્યું હતું અને અન્ય સંસ્થાઓમાં નિમણૂક મેળવી ફરજ બજાવી હતી. તેના અનુભવને આધારે AMC ના ફાયર વિભાગમાં નોકરી મેળવી હતી. ગાંધીનગર અને અમદાવાદનો હવાલો સંભાળતા ડિવિઝનલ ફાયર ઓફિસર કૈઝાદ દસ્તુરે પણ નાગપુરની નેશનલ ફાયર સર્વિસ કોલેજમાં સબ ઓફિસર્સ કોર્ષ, સ્ટેશન ઓફિસર અને ઈન્સ્ટ્રકટર્સ કોર્ષ તથા ડિવિઝનલ ઓફિસર્સ કોર્ષમાં પ્રવેશ મેળવવા માટેનો નિયત કરાયેલ અનુભવ મેળવ્યા સિવાય અયોગ્ય રીતે પ્રવેશ મેળવી AMC માં નોકરી મેળવી હતી.

આ પણ વાંચો

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT