TRB જવાનોને છુટા કરવાનો નિર્ણય મોકૂફ રખાયો! સી.આર પાટીલે કહ્યું- સાંજ સુધીમાં સારા સમાચાર મળશે
TRB Jawan: રાજ્યમાં તાજેતરમાં જ 9000 TRB જવાનોમાંથી 6400 TRB જવાનોને ફરજમાંથી મુક્ત કરવાનો આદેશ આવ્યો હતો. જે બાદ TRB જવાનો ફરજમાંથી અળગા રહ્યા હતા…
ADVERTISEMENT
TRB Jawan: રાજ્યમાં તાજેતરમાં જ 9000 TRB જવાનોમાંથી 6400 TRB જવાનોને ફરજમાંથી મુક્ત કરવાનો આદેશ આવ્યો હતો. જે બાદ TRB જવાનો ફરજમાંથી અળગા રહ્યા હતા અને વિરોધ નોંધાવી રહ્યા હતા. ત્યારે હવે સરકારને TRB જવાનોની વાત સાંભળતા તેમને ફરજમાંથી મુક્ત કરવાનો નિર્ણય મોકૂફ રાખ્યો હોવાની વિગતો સૂત્રો પાસેથી મળી રહ્યો છે.
જોકે નિયમ ભંગ કરનારા જવાનો અને શિસ્તભંગના કેસોમાં જવાનોને ફરજ પર પરત નહીં લેવાય. તો ભાજપ પ્રમુખ સી.આર પાટીલે પણ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, TRB જવાનો મામલે સાંજ સુધીમાં સારા સમાચાર મળશે.
DGPનો તમામ જિલ્લાના પોલીસ વડાને આદેશ
આ પહેલા DGP વિકાસ સહાયે ઓર્ડર જાહેર કરીને કહ્યું હતું કે, ‘રાજ્યમાં ટ્રાફિક બ્રિગેડમાં 9000 સભ્યોની સેવા લેવામાં આવી રહી છે. જેમાંથી 1100 સભ્યો 10 વર્ષથી વધુ સમયથી, 3000 સભ્યો 5 વર્ષથી વધુ સમયથી અને 2300 સભ્યો 3 વર્ષથી વધુ સમયની સેવા પૂર્ણ કરી છે. આદેશમાં આગળ કહેવાયું છે કે, એક જ વ્યક્તિ લાંબા સમયથી ટ્રાફિક બ્રિગેડના સભ્ય તરીકે ફરજ બજાવે તે વહીવટી દ્રષ્ટિએ યોગ્ય અને ઈચ્છનીય નથી.’ આમ 6400 TRB જવાનોને માર્ચ 2024 સુધીમાં ફરજમાંથી મુક્ત કરવામાં આવશે અને ખાલી પડતી જગ્યાઓ ભરવામાં આવશે.
ADVERTISEMENT
ADVERTISEMENT