Breaking News: ગુજરાત ATS ને મળી મોટી સફળતા, અમદાવાદ એરપોર્ટ પરથી ચાર આતંકવાદીઓને ઝડપ્યા

ADVERTISEMENT

અમદાવાદથી ઝડપ્યા આતંકવાદીઓ
Ahmedabad Airport
social share
google news

Terrorists Arrested From Ahmedabad Airport: અમદાવાદ એરપોર્ટ પર ATS ને મોટી સફળતા મળી છે. ગુજરાત ATS એ એરપોર્ટ પરથી ચાર આતંકવાદીઓ ઝડપાયા છે. શ્રીલંકાના વતની અને ઈસ્લામિક સ્ટેટના આતંકવાદીઓ પકડાયા હોવાની ઘટના સામે આવી છે. ઝડપાયેલા આતંકવાદીઓ સ્લીપર સેલ છે કે નહીં તે અંગેની તપાસ ATS દ્વારા શરૂ કરવામાં આવી છે. આ અંગે મળતી માહિતી પ્રમાણે મૂળ શ્રીલંકાન નાગરિક અમદાવાદ એરપોર્ટ પર આવ્યા હોવાની સેન્ટ્રલ એજન્સીના ઇનપુટ બાદ આ ચારેય શખ્સને ઝડપી લેવામાં આવ્યા છે. 

Image

કયા ઈરાદા સાથે અમદાવાદ એરપોર્ટ પર આવ્યા?

આતંકવાદીઓ કયા ઈરાદા સાથે અમદાવાદ એરપોર્ટ પર આવ્યા હતા. તેની વિગતો પ્રાપ્ત થઈ નથી. ઝડપાયેલા આ ચાર શખ્સોનું ગુજરાતમાં કે અન્ય કોઇ રાજ્યમાં કનેક્શન છેકે નહીં તે દિશામાં તપાસ હાથ ધરાઈ છે.આ અંગે ગુજરાત ATSએ પ્રેસ કોન્ફરન્સ કરી સત્તાવાર વિગતો જાહેર કરશે. 

ADVERTISEMENT

Lok Sabha Election: પાટીલની ખુરશી કોને મળશે? ચૂંટણી પરિણામ બાદ ગુજરાતમાં નવા-જૂનીના એંધાણ

અગાઉ પણ પાંચની અટકાયત કરવામાં આવી હતી

અગાઉ પણ ગુજરાત ATSએ એક ગુપ્ત ઓપરેશનમાં પાંચ એવા લોકોની અટકાયત કરી હતી. જે લોકો IS ખુરાસાન સાથે સંકળાયેલા હતા. તે સમયે ગુજરાત ATSને માહિતી મળી હતી કે ત્રણ શખ્સો પોરબંદરના દરિયાઇ માર્ગેથી અફઘાનિસ્તાન અને ત્યારથી ઇરાન જવાના ફિરાકમાં હતા.  
 

    follow whatsapp

    ADVERTISEMENT