Ahmedabad News: 23 વર્ષના યુવકના પ્રેમમાં પડી 36 વર્ષની મહિલા, પતિને જાણ થતા ભયાનક રીતે હત્યા કરી નાખી

ADVERTISEMENT

gujarattak
social share
google news

Ahmedabad News: અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટમાં તાજેતરમાં યુવક લાશ મળી આવી હતી. આ કેસની તપાસમાં ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતા હાથ લાગી છે અને સમગ્ર કેસ આપઘાત નહીં પરંતુ હત્યા હોવાનું સામે આવ્યું છે. ચોંકાવનારી બાબત એ છે કે આ હત્યાને મૃતક યુવકની પત્ની અને પ્રેમીએ જ અંજામ આપ્યો હતો. જોકે બંનેનો પ્લાન પોલીસે નિષ્ફળ કરી નાખ્યો હતો.

સાબરમતીમાંથી મળી હતી અજાણી લાશ

વિગતો મુજબ, સાબરમતી રિવરફ્રન્ટ ઈસ્ટ ખાતે નદીના કિનારેથી યુવકની લાશ મળી હતી. પોલીસ તપાસમાં યુવકે આપઘાત નહીં પરંતુ તેની હત્યા કરીને લાશ ફેંકી હોવાનું સામે આવ્યું હતું. આ કેસની તપાસમાં પોલીસે મૃતક યુવતની પત્ની તથા તેના પ્રેમીની ધરપકડ કરી હતી. આરોપી મહિલા સાફિયા ખાતુન અને પ્રેમી અહમદ મુરાદ એકબીજાના પ્રેમમાં ગળાડુબ હતા. સોફિયાની ઉંમર 36 વર્ષની હતી અને પ્રેમી અહમદ 23 વર્ષનો હતો બંનેએ મળીને મહેરબાન ખાનની હત્યા કરી નાખી હતી.

કેવી રીતે કરી હત્યા?

આરોપીઓની પૂછપરછમાં સામે આવ્યું કે, દોઢ વર્ષ પહેલા મહેરબાન ખાનને પત્ની સોફિયા અને અહેમદના પ્રેમ સંબંધની જાણ થઈ હતી. આથી પતિ અને પત્ની વચ્ચે ઘણીવાર તકરાર થતી હતી. આથી સોફિયાએ પ્રેમી સાથે મળીને પતિની હત્યાનું કાવતરું રચ્યું હતું. જે મુજબ તેણે મેડિકલ સ્ટોરમાંથી ઉંઘની દવા ખરીદી હતી અને બાદમાં કોફીમાં આ દવા ઉમેરીને પતિને પીવડાવી દીધી હતી. આ પછી દોરડાથી પતિનું ગળું દબાવીને હત્યા કરી નાખી અને બાઈક પર મૃતદેહ લઈ જઈને રિવરફ્રન્ટ ઈસ્ટ પર ફેંકી દીધી હતી. બાદમાં મહિલાએ પોતે જ પતિના ગુમ થવાની ફરિયાદ પોલીસમાં નોંધાવી દીધી હતી.

ADVERTISEMENT

7 વર્ષ પહેલા થયા હતા લગ્ન

મૃતક મહેરબાન ખાનના સોફિયા સાથે 7 વર્ષ પહેલા લગ્ન થયા હતા. બંનેને કોઈ સંતાન નહોતું અને મજુરી કરીને જીવન ગુજારતા હતા. મૂળ ઉત્તર પ્રદેશનું આ દંપતી દાણીલીમડા વિસ્તારમાં રહેતું હતું. પોણા બે વર્ષ પહેલા જ સોફિયાની પાડોશમાં રહેતા અહેમદ મુરાદ સાથે મિત્રતા થઈ હતી અને બાદમાં બંને વચ્ચે પ્રેમ સંબંધ શરૂ થયો. જોકે પતિને બંનેના પ્રેમ સંબંધની જાણ થઈ જતા બંનેએ તેનો કાંટો કાઢી નાખવાનો પ્લાન બનાવ્યો અને બાદમાં કાસળ કાઢી નાખ્યું.

    follow whatsapp

    ADVERTISEMENT