1 કિલો સોનું અને 7 કિલો ચાંદી, ભગવાન રામની ચરણ પાદુકા અમદાવાદ પહોંચી, રામ મંદિરમાં થશે સ્થાપના

ADVERTISEMENT

gujarattak
social share
google news

Ram Temple Paduka: 22 જાન્યુઆરી, 2024 ના રોજ અયોધ્યામાં (Ayodhya) ભગવાન શ્રી રામના (Lord Ram) નવનિર્મિત મંદિરની (Ram Mandir) પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે. રામ નગરીમાં આ અંગેની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા બાદ ભગવાનની ચરણ પાદુકાઓ પણ ત્યાં રાખવામાં આવશે. હાલમાં આ પાદુકાઓનું દેશભરમાં પરિભ્રમણ કરવામાં આવી રહ્યું છે. પ્રાણ-પ્રતિષ્ઠા મહોત્સવ પહેલા પાદુકાઓ 19 જાન્યુઆરીએ અયોધ્યા પહોંચશે.

હૈદરાબાદના શાસ્ત્રીએ બનાવી છે પાદુકા

આ પાદુકા હૈદરાબાદના શ્રીચલ શ્રીનિવાસ શાસ્ત્રીએ બનાવી છે. ગત રવિવારે (17 ડિસેમ્બર) તેને રામેશ્વર ધામથી અમદાવાદ લાવવામાં આવી હતી. શહેરના એસ.જી. હાઈવે પર સ્થિત તિરુપતિ બાલાજી મંદિરમાં દર્શન માટે તેને રાખવામાં આવ્યો છે. અહીંથી સોમનાથ જ્યોતિર્લિંગ ધામ, દ્વારકાધીશ શહેર અને પછી બદ્રીનાથ જેવા ધામમાં તેને લઈ જવામાં આવશે.

ADVERTISEMENT

1 કિલો સોનાનો થયો છે ઉપયોગ

તમને જણાવી દઈએ કે આ ચરણ પાદુકા એક કિલો સોના અને સાત કિલો ચાંદીમાંથી બનાવવામાં આવી છે. આમાં કિંમતી રત્નોનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે. અમદાવાદ પહોંચેલી પાદુકાઓને બાલાજી મંદિરના ટ્રસ્ટી કે. સુબ્બારાયુડુએ પોતાના માથા પર મૂકી મંદિરની અંદર લઈ ગયા અને શ્રી બાલાજી મંદિરના પંડિતોએ વિશેષ પૂજા કરી. જે બાદ અનેક ભક્તોએ શ્રી રામ પાદુકાના દર્શન કર્યા હતા. કેટલાક ભક્તોએ તેને માથા પર ધારણ કરવાનું પણ સૌભાગ્ય પ્રાપ્ત થયું હતું.

શ્રીચલ્લા શ્રીનિવાસ શાસ્ત્રીએ આ શ્રી રામની પાદુકાઓ સાથે 41 દિવસ સુધી અયોધ્યાની પરિક્રમા કરી હતી. તે પછી, છેલ્લા બે વર્ષથી, આ પાદુકાઓને રામેશ્વરમથી બદ્રીનાથ સુધીના તમામ પ્રખ્યાત મંદિરોમાં લઈ જવામાં આવી રહી છે અને વિશેષ પૂજા કરવામાં આવી રહી છે. હવે આ ચરણ પાદુકા અમદાવાદથી સોમનાથ, દ્વારકા લઈ જવામાં આવશે, જ્યાંથી આ ચરણ પાદુકા બદ્રીનાથ મંદિર પહોંચશે. ત્યારબાદ અયોધ્યાના શ્રી રામ મંદિરમાં પાદુકા સ્થાપિત કરવામાં આવશે.

ADVERTISEMENT

રામ મંદિરનો પહેલો માળ લગભગ તૈયાર છે

અયોધ્યામાં રામ મંદિરનો પહેલો માળ લગભગ તૈયાર છે. હવે ભોંયતળિયા પરના પથ્થરને ઘસીને થાંભલાઓ પર કોતરણીને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. રામ મંદિર ટ્રસ્ટે દાવો કર્યો છે કે પ્રથમ માળનું ફિનિશિંગ અને બાંધકામ ડિસેમ્બરના અંત સુધીમાં પૂર્ણ થઈ જશે. એન્જિનિયરોની દેખરેખ હેઠળ, મંદિરનું નિર્માણ કાર્ય આઠ કલાકની 3 શિફ્ટમાં ખૂબ જ ઝડપી ગતિએ ચાલી રહ્યું છે.

ADVERTISEMENT

(અતુલ તિવારી, અમદાવાદ)

    follow whatsapp

    ADVERTISEMENT