કેપ્ટન હાર્દિક પંડ્યા અને અર્શદીપ ઈજાગ્રસ્ત! જાણો ઈન્જરી કેટલી ગંભીર છે…

ADVERTISEMENT

gujarattak
social share
google news

દિલ્હીઃ ભારતીય ટીમ અત્યારે શ્રીલંકા સામે ત્રણ ટી-20 મેચોની સિરીઝ રમી રહી છે. પોતાની પ્રથમ મેચમાં ટીમ ઈન્ડિયાએ રોમાંચક રીતે 2 રને જીત મેળવી હતી. મંગળવારે (3 જાન્યુઆરી)ના દિવસે રમાયેલી આ મેચમાં કેપ્ટન હાર્દિક પંડ્યા અને ફાસ્ટ બોલર અર્શદીપ સિંહે ભારતીય ટીમ માટે ટેન્શન વધાર્યું હતું.

શ્રીલંકા સામેની ટી-20 સિરીઝમાં કેપ્ટનશીપ કરી રહેલો હાર્દિક પંડ્યા પહેલી જ મેચમાં ઈજાગ્રસ્ત થયો હતો. જ્યારે યુવા ફાસ્ટ બોલર અર્શદીપ મેચ પહેલા જ બીમારીના કારણે પ્લેઈંગ-11માંથી બહાર થઈ ગયો હતો. તેની જગ્યાએ શિવમ માવીને ડેબ્યૂ કરવાની તક મળી હતી. હવે ચાહકો વિચારતા હશે કે બંનેનું હેલ્થ સ્ટેટસ શું છે?

બંને આગામી મેચમાં રમે તેવી અપેક્ષા
હાર્દિક પંડ્યાએ કહ્યું હતું કે મેચમાં મને ક્રેમ્પ આવ્યાહતા. બરાબર ઊંઘ ન આવવાના કારણે અને પાણીની અછતના કારણે જ આવું બન્યું છે. પંડ્યાએ એવો પણ સંકેત આપ્યો છે કે તે હવે ઠીક છે. એટલે કે આગામી મેચમાં રમવાની આશા છે.

ADVERTISEMENT

https://twitter.com/SaddamAli7786/status/1610309935560286208

જ્યારે અર્શદીપ વિશે બીસીસીઆઈએ કહ્યું હતું કે તેને તાવ છે અને તે સંપૂર્ણ સ્વસ્થ નથી. અહીં પણ આપણે આશા રાખી શકીએ કે તે આગામી મેચમાં પણ રમતા જોવા મળી શકે છે. શ્રીલંકા સામે શ્રેણીની બીજી મેચ ગુરુવારે (5 જાન્યુઆરી) પુણેમાં રમાશે.

ADVERTISEMENT

પંડ્યાએ તેની ઈજા અંગે અપડેટ આપી…
મેચ પછી હાર્દિક પંડ્યાએ કહ્યું કે આ માત્ર એક ક્રેમ્પ છે. હવે મને આની આદત પડી ગઈ છે. પરંતુ જ્યારે હું હસતો હોઉ ત્યારે સમજવાનું કે બધુ બરાબર છે. હું બરાબર ઉંઘી નહોતો શક્યો અને પાણી પર પી શક્યો નહોતો. આ પછી હાર્દિકને મેદાનની બહાર લઈ જવામાં આવ્યો હતો.

ADVERTISEMENT

આવી રીતે હાર્દિક પંડ્યા ઈજાગ્રસ્ત થયો..
જણાવી દઈએ કે, હાર્દિકને પ્રથમ ટી20 મેચની 11મી ઓવરમાં ઈજા થઈ હતી. ફાસ્ટ બોલર હર્ષલ પટેલના ચોથા બોલ પર ભાનુકા રાજપક્ષે હવામાં શોટ રમ્યો હતો. ફિલ્ડિંગ કરનાર હાર્દિકે આ કેચ સરળતાથી લીધો હતો, પરંતુ આ દરમિયાન તેના જમણા પગમાં ઈજા થઈ હતી. આ પછી હાર્દિકને મેદાનની બહાર લઈ જવામાં આવ્યો હતો.

ત્યારબાદ વાઇસ કેપ્ટન સૂર્યકુમાર યાદવે કેપ્ટનશીપ સંભાળી હતી. જોકે, બાદમાં પંડ્યા ફરી મેદાનમાં આવ્યો અને તેણે પોતાની શાનદાર વ્યૂહરચનાથી મેચ જીતી લીધી. હાર્દિક પંડ્યા કેચ લેતા અને ઈજાગ્રસ્ત થયો ત્યારનો વીડિયો પણ ઘણો વાયરલ થઈ રહ્યો છે. પંડ્યા કેવી રીતે ઈજાગ્રસ્ત થયો છે તે સ્પષ્ટ જોઈ શકાય છે.

    follow whatsapp

    ADVERTISEMENT