Zomato અને Swiggy પરથી ફૂડ ઓર્ડર કરનારાઓને મોટો ઝટકો! હવે આપવા પડશે વધારે પૈસા
Zomato Swiggy: શું તમે પણ ઓનલાઈન ફૂડ ઓર્ડર કરવાનું પસંદ કરો છો તો તમને જણાવી દઈએ કે Swiggy અને Zomatoએ તેમની પ્લેટફોર્મ ફી વધારી દીધી છે, જેનો અર્થ છે કે હવે તમારે ફૂડ ઓર્ડર કરવા પર વધુ પૈસા ખર્ચવા પડશે.
ADVERTISEMENT
Zomato Swiggy: શું તમે પણ ઓનલાઈન ફૂડ ઓર્ડર કરવાનું પસંદ કરો છો તો તમને જણાવી દઈએ કે Swiggy અને Zomatoએ તેમની પ્લેટફોર્મ ફી વધારી દીધી છે, જેનો અર્થ છે કે હવે તમારે ફૂડ ઓર્ડર કરવા પર વધુ પૈસા ખર્ચવા પડશે. જી હા, ફૂડ ડિલિવરી એપ્સે તેમના કસ્ટમર્સને મોટો ઝટકો આપ્યો છે. ચાલો જાણીએ વિગતવાર...
20 ટકાનો વધારો
વાસ્તવમાં કંપનીએ બેંગલુરુ અને દિલ્હી જેવા કેટલાક મોટા શહેરોમાં તેની પ્લેટફોર્મ ફી વધારી દીધી છે. કંપનીએ પ્લેટફોર્મ ફીમાં 20 ટકાનો વધારો કર્યો છે. શરૂઆતમાં Zomato અને Swiggy બંને પરથી ઓર્ડર કરવા પર 2 રૂપિયા પ્લેટફોર્મ ફી લાગતી હતી, પરંતુ હવે તેમાં સતત વધારો થઈ રહ્યો છે. હવે ગ્રાહકોએ દરેક ઓર્ડર પર 6 રૂપિયા સુધીની પ્લેટફોર્મ ફી ચૂકવવી પડશે.
કેમ વધારવામાં આવી પ્લેટફોર્મ ફી?
તમને જણાવી દઈએ કે, આ પહેલીવાર નથી જ્યારે Zomato અને Swiggyએ તેમની પ્લેટફોર્મ ફીમાં વધારો કર્યો છે. તાજેતરના એક રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે ડિલિવરી કંપનીઓ માટે પ્લેટફોર્મ ફી ખૂબ જ જરૂરી હોય છે અને Zomato અને Swiggy બંને કંપની હવે તેમની ટોટલ રેવેન્યૂ વધારવા માટે પ્લેટફોર્મ ફીમાં વધારો કરી રહી છે.
ADVERTISEMENT
અગાઉ પણ વધારવામાં આવી હતી પ્લેટફોર્મ ફી
માહિતી અનુસાર, આ વર્ષની શરૂઆતમાં સ્વિગીએ કેટલાક યુઝર્સ માટે તેની પ્લેટફોર્મ ફી વધારીને 10 રૂપિયા કરી હતી, પરંતુ આ 10 રૂપિયાની ફી કસ્ટમર્સ પાસે નહીં, પરંતુ ફાઈનલ ચેકઆઉટ દરમિયાન ડિસ્કાઉન્ટ આપીને 5 રૂપિયા લેવામાં આવી હતી. એટલું જ નહીં એપ્રિલમાં ઝોમેટોએ દિલ્હી, મુંબઈ, હૈદરાબાદ, બેંગલુરુ અને લખનઉ સહિત ઘણા મોટા શહેરોમાં તેની પ્લેટફોર્મ ફી વધારીને ઓર્ડર દીઠ રૂ. 5 કરી દીધી હતી.
ADVERTISEMENT