HDFC બેંકમાં ખાતુ હોય તો તમામ કામ પડતા મુકી પહેલા આ વાંચજો, મોટા ફેરફારની જાહેરાત

ADVERTISEMENT

HDFC bank case
HDFC bank case
social share
google news

મુંબઇ : HDFC-HDFC બેંક મર્જર: HDFC ગ્રૂપના ચેરમેન દીપક પારેખે મંગળવારે જણાવ્યું કે HDFC બેંક અને HDFCના બોર્ડ મર્જરને મંજૂરી આપવા માટે 30 જૂને બજાર બંધ થયા બાદ બેઠક મળશે. HDFC બેંકના ગ્રાહકો માટે મોટા સમાચાર આવ્યા છે. જો તમારું એકાઉન્ટ પણ આ બેંકમાં છે, તો તમારા માટે આ સમાચાર જાણવું ખૂબ જ જરૂરી છે. ખરેખર, HDFC બેંક અને HDFC લિમિટેડના મર્જરની તારીખ સામે આવી ગઈ છે. તે આવતા મહિને 1 જુલાઈ 2023થી અમલમાં આવશે.

HDFC ગ્રુપના ચેરમેન દીપક પારેખે મંગળવારે આ જાહેરાત કરી હતી. સ્ટોક ડિલિસ્ટિંગ 13 જુલાઈથી લાગુ થશે HDFC ગ્રૂપના ચેરમેન દીપક પારેખે જણાવ્યું હતું કે, HDFC બેન્ક અને HDFCના બોર્ડ મર્જરને મંજૂરી આપવા માટે 30 જૂને બજાર બંધ થયા પછી બેઠક કરશે. ગ્રૂપના વાઈસ-ચેરમેન અને સીઈઓ કેકી મિસ્ત્રીના જણાવ્યા અનુસાર, HDFC સ્ટોક ડિલિસ્ટિંગ 13 જુલાઈ, 2023થી લાગુ થશે. આનો અર્થ એ થયો કે જૂથની હાઉસિંગ ફાઇનાન્સ ફર્મના શેર 13 જુલાઈના રોજ સ્ટોક એક્સચેન્જમાંથી ડિલિસ્ટ કરવામાં આવશે. બંને કંપનીઓના બોર્ડ 30 જૂને મળશે. HDFC બેન્કના મર્જર પછી HDFC બેન્ક વિશ્વની 5મી સૌથી મૂલ્યવાન બેન્ક બનશે. HDFC લિ. એપ્રિલ 2023 સુધીમાં, HDFC બેંક વિશ્વમાં માર્કેટ કેપની દ્રષ્ટિએ 11મા નંબરે હતી.

બિઝનેસ ટુડેના અહેવાલ મુજબ એચડીએફસીના ચેરમેન દીપક પરીખે જણાવ્યું હતું કે, બંને કંપનીઓના બોર્ડ 30 જૂને બજાર પછીના કલાકોમાં મળશે અને મર્જરને સીલ કરશે. HDFC લિમિટેડને હસ્તગત કરવા માટે તેની સંમતિ દર્શાવી હતી. આ ડીલ લગભગ 40 અબજ ડોલરની છે. સૂચિત એકમની સંયુક્ત સંપત્તિનો આધાર આશરે રૂ. 18 લાખ કરોડ હશે. આ પછી, HDFC બેન્કમાં 100 ટકા હિસ્સો જાહેર શેરધારકો પાસે રહેશે અને HDFC બેન્કના વર્તમાન શેરધારકો બેન્કમાં 41 ટકા હિસ્સો ધરાવશે. HDFC લિમિટેડના દરેક શેરધારકને તેની પાસેના દરેક 25 શેર માટે HDFC બેન્કના 42 શેર મળશે.

ADVERTISEMENT

HDFC બેન્ક અને HDFCની મર્જ થયેલી એન્ટિટી પાસે મોટી બેલેન્સ શીટ હશે, જે બજારમાં તેની સ્થિતિને વધુ વધારશે. આ મર્જર HDFC લિમિટેડ માટે વધુ ફાયદાકારક સાબિત થઈ શકે છે, કારણ કે તેનો વ્યવસાય ઓછો નફાકારક છે. સાથે જ HDFC બેંકનો લોન પોર્ટફોલિયો મજબૂત થશે. બંને કંપનીઓના શેરમાં આવેલી તેજીની કર્મચારીઓ પર પડેલી અસર અંગે ચેરમેન દીપક પરીખે જણાવ્યું હતું કે 60 વર્ષથી નીચેના દરેક કર્મચારીનો સમાવેશ કરવામાં આવશે અને તેમના પગારમાં બિલકુલ ઘટાડો કરવામાં આવશે નહીં.

HDFC બેંકને આપણા લોકોની જરૂર પડશે. મર્જરને લગતી આ જાહેરાત બાદ બંને કંપનીઓના શેરમાં લગભગ 2 ટકાનો ઉછાળો આવ્યો હતો. જો કે, શેરબજારમાં ટ્રેડિંગના અંતે, હાઉસિંગ ડેવલપમેન્ટ ફાઇનાન્સ Crpratn (HDFC) લિમિટેડનો શેર 1.33 ટકાના ઉછાળા સાથે રૂ. 2,761.60 પર બંધ રહ્યો હતો, જ્યારે HDFC બેન્ક લિમિટેડનો શેર 1.39 ટકા વધીને રૂ. 1,658.25 પર બંધ થયો હતો.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT