Google CEO સુંદર પિચાઈ 20 સ્માર્ટફોન કેમ વાપરે છે? એક ખાસ ઈન્ટરવ્યુ કર્યો ખુલાસો

ADVERTISEMENT

Sundar Pichai phones
સુંદર પિચાઈ કેટલા ફોન વાપરે છે?
social share
google news

Sundar Pichai phones: શું તમને ખબર છે ગૂગલના CEO સુંદર પીચાઈ કેટલા ફોન વાપરે છે. ઘણી વખત આ પ્રશ્ન લોકોના મનમાં આવે છે. આવા જ કેટલાક સવાલોના જવાબ ગુગલ અને આલ્ફાબેટના સીઈઓ સુંદર પિચાઈએ આપ્યા છે. તેણે વર્ષ 2021માં આપેલા ઈન્ટરવ્યુમાં તેની ટેક સંબંધિત આદતોનો ખુલાસો કર્યો હતો.

આ ઈન્ટરવ્યુમાં સુંદર પિચાઈએ જણાવ્યું હતું કે તેઓ કેટલા ફોન વાપરે છે.  ઉપરાંત, તેમણે એમ પણ કહ્યું કે AI એ મનુષ્ય દ્વારા કરવામાં આવેલ અત્યાર સુધીની સૌથી મહત્વપૂર્ણ શોધ છે. ચાલો જાણીએ સુંદર પિચાઈના ઈન્ટરવ્યુ વિશેની ખાસ વાતો.

સુંદર પિચાઈ કેટલા ફોન વાપરે છે?

સુંદર પિચાઈએ જણાવ્યું કે તે અલગ-અલગ કારણોસર 20 થી વધુ ફોન વાપરે છે. જ્યાં લોકો માટે એક-બે ફોન સાથે વાપરવું મુશ્કેલ ભર્યું હોય છે ત્યારે સુંદર પિચાઈની વાત કરવામાં આવે તો તે 20 થી વધુ ફોન વાપરે છે. પિચાઈએ કહ્યું કે, તેમણે ગૂગલની તમામ સેવાઓની ચકાસણી કરવા માટે આ કરવું પડે છે.

ADVERTISEMENT

તમે તમારો પાસવર્ડ કેટલી વાર બદલો છો?

આ સિવાય તેમણે આ ઈન્ટરવ્યુમાં અન્ય ઘણા ખુલાસા પણ કર્યા છે. જ્યારે તેને તેના એકાઉન્ટની સુરક્ષા વિશે પૂછવામાં આવ્યું તો તેણે કહ્યું કે તે વારંવાર પાસવર્ડ બદલતો નથી. તેના બદલે, તેઓ વધારાની સુરક્ષા માટે દ્વિ-પરિબળ પ્રમાણીકરણ પર આધાર રાખે છે. આ દર્શાવે છે કે પિચાઈ આધુનિક સુરક્ષા પદ્ધતિઓનો ઉપયોગ કરે છે.

સુંદર પિચાઈ AI વિશે શું માને છે?

આ સિવાય તેણે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ અંગે કેટલાક આઈડિયા પણ શેર કર્યા છે. તેમનું માનવું છે કે AI એ મનુષ્ય દ્વારા બનાવવામાં આવેલી સૌથી મહત્વપૂર્ણ ટેકનોલોજી છે.

ADVERTISEMENT

પિચાઈએ સ્ક્રીન ટાઈમને લઈને કેટલીક ખાસ વાતો પણ શેર કરી છે. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે તેમના બાળકો સ્ક્રીન પર કેટલો સમય વિતાવે છે? તો તેણે કહ્યું કે આ માટે કડક નિયમોની વિરુદ્ધ વ્યક્તિગત મર્યાદા નક્કી કરવી પડશે. તેમણે કહ્યું કે નવી પેઢીએ ટેક્નોલોજી વિશે શીખવું પડશે અને તેને અપનાવવું પડશે. આ તેમના જીવનનો એક મોટો ભાગ છે. 
 

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT