ગૌતમ અદાણીને કેમ મળ્યા પવાર? એનસીપી તરફથી સ્પષ્ટતા કરવામાં આવી

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ : NCP પ્રમુખ શરદ પવારની અમદાવાદમાં ગૌતમ અદાણી સાથેની મુલાકાત અંગે એનસીપી ધારાસભ્ય જયંત પાટીલે સ્પષ્ટતા કરી છે. પાટીલે કહ્યું કે, INDIA ગઠબંધનની ચર્ચાઓ તમામ નેતાઓ દ્વારા કરવામાં આવે છે, જ્યાં શરદ પવાર પણ હાજર હોય છે. જ્યાં સુધી ઉદ્ધાટનની વાત છે, શરદ પવાર તેમને (ગૌતમ અદાણી) ઓળખે છે અને તેઓ આમંત્રણને માન આપીને મિત્રતાના ભાવે જ ગયા હતા.

ઇન્ડિયા ગઠબંધન બચાવની મુદ્રામાં અને ભાજપ આક્રમક

એનસીપી ચીફ શરદ પવાર અને ઉદ્યોગપતિ ગૌતમ અદાણીની મુલાકાતથી મહારાષ્ટ્રથી માંડીને દિલ્હી સુધી રાજકીય હલચલ મચી ગઇ છે. શરદ પવાર અને અદાણી વચ્ચે આ મુલાકાત શનિવારે અમદાવાદમાં થઇ હતી. જે અંગે ભાજપે કોંગ્રેસ અને ઇન્ડિયા ગઠબંધન પર ચાબખા વિંઝ્યા હતા. આ સાથે જ રાહુલ ગાંધીને પણ ઘેરવામાં આવી રહ્યા છે, કારણ કે તેઓ સતત ભાજપ પર અદાણી સાથે સંબંધો વધારતા હોવાના આરોપ લગાવતું રહે છે. સવાલ ઉઠી રહ્યા છે કે, આખરે શરદ પવાર વારંવાર અદાણી સાથે મુલાકાત કેમ કરી રહ્યા છે. આ સવાલોને પાયાવિહોણા ગણાવતા જયંત પાટેલી તેનો જવાબ આપ્યો છે. તેમણે તેને માત્ર ઉદ્ધાટન સમારંભ કહ્યો અને સાથે જ જોડ્યું કે, બે બાબતોને વિસંગત કરીને રજુ કરવામાં આવી રહી છે.

મુલાકાત અંગે જયંત પાટીલની સ્પષ્ટતા

એનસીપી પ્રમુખ શરદ પવારની અમદાવાદમાં ગૌતમ અદાણી સાથે મુલાકાત અંગે એનસીપી ધારાસભ્ય જયંત પાટીલે કહ્યું કે, ભારત ગઠબંધનનો મહત્વનો હિસ્સો છે શરદ પવાર. આ દરમિયાન થતી તમામ ચર્ચાઓમાં શરદ પવાર હાજર હોય છે. જ્યાં સુધી વાત ઉદ્ધાટનની છે તો અદાણી અને પવાર બંન્નેને ઓળખે છે. આમંત્રણને માન આપીને તેઓ મિત્રતાના નાતે ઉદ્ધાટનમાં ગયા હતા. આ એક નવા રોકાણનું ઉદ્ધાટન હતું. જેમાં વિરોધનો કોઇ સવાલ જ નથી. આ માત્ર એક યોજના હતી જ્યાં પવારે જઇને તેનું ઉદ્ધાટન કર્યું. પવાર હંમેશાથી ઇન્ડિયા ગઠબંધનની બેઠકોમાં હાજર રહ્યા છે. નિર્ણયોને આવકાર્યા છે અને તેનું પાલન પણ કર્યું છે. પરંતુ આ બંન્ને વસ્તુ અલગ છે. બંન્નેને જોડીને ખોટી રીતે રજુ કરવામાં આવી રહી છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT