અદાણીની હાલત ખરાબ તો અંબાણીના બંને હાથમાં લાડવા, મુકેશ અંબાણીને છેલ્લા 24 કલાકમાં થયો આટલો નફો
નવી દિલ્હી: જ્યારથી ગૌતમ અદાણી-હિંડનબર્ગ કેસ સામે આવ્યો છે, ત્યારથી વિશ્વના ટોચના અબજોપતિઓની યાદીમાં દરરોજ ફેરફાર થાય છે. ભલે ગૌતમ અદાણી ટોપ-20માંથી બહાર થઈ ગયા…
ADVERTISEMENT
નવી દિલ્હી: જ્યારથી ગૌતમ અદાણી-હિંડનબર્ગ કેસ સામે આવ્યો છે, ત્યારથી વિશ્વના ટોચના અબજોપતિઓની યાદીમાં દરરોજ ફેરફાર થાય છે. ભલે ગૌતમ અદાણી ટોપ-20માંથી બહાર થઈ ગયા હોય, પરંતુ અન્ય એક ભારતીય ઉદ્યોગપતિ મુકેશ અંબાણી પોતાની તાકાત બતાવતા જોવા મળે છે. હવે ફરી એકવાર અંબાણીએ લાંબી છલાંગ લગાવી છે અને અમીરોની યાદીમાં 12મા સ્થાનેથી સીધા જ નવમા સ્થાને પહોંચી ગયા છે.
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન અને એશિયાના સૌથી ધનાઢ્ય વ્યક્તિ મુકેશ અંબાણી સપ્તાહના પ્રથમ બિઝનેસ દિવસે સોમવારે ફોર્બ્સની ટોપ-10 અબજોપતિઓની યાદીમાં 12મા સ્થાને આવી ગયા છે. પરંતુ છેલ્લા 24 કલાકમાં તેમની કંપનીના શેરના ભાવમાં ઉછાળાને કારણે તેમને 3.5 અબજ ડોલર અથવા લગભગ 28 હજાર કરોડ રૂપિયાથી વધુનો ફાયદો થયો છે.
ફરીથી 9 માં સ્થાને પહોંચ્યા
ફોર્બ્સ રિયલ ટાઈમ બિલિયોનેર્સ ઈન્ડેક્સ અનુસાર, સંપત્તિમાં આ વધારાને કારણે મુકેશ અંબાણીની કુલ સંપત્તિ વધીને 85.4 બિલિયન ડોલર થઈ ગઈ છે. આ સાથે તેઓ ફરીથી વિશ્વના નવમા સૌથી અમીર વ્યક્તિ બની ગયા છે.
ADVERTISEMENT
અદાણીણએ ભારે નુકશાન
હિંડનબર્ગના રિપોર્ટ બાદ ગૌતમ અદાણીને સતત નુકસાનનો સામનો કરી રહ્યા છે. અદાણી ગ્રૂપ વિશે 24 જાન્યુઆરી, 2023ના રોજ પ્રકાશિત થયેલા અહેવાલથી, અદાણીની કંપનીઓના શેરમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. અને રોજેરોજ તેમના મોટા ભાગના શેરો લોઅર સર્કિટ મારતા જોવા મળે છે. હિંડનબર્ગના રિપોર્ટની અદાણી ગ્રૂપના માર્કેટ કેપ પર એટલી અસર થઈ કે તે 20 દિવસમાં ઘટીને અડધો થઈ ગયો. હાલમાં, ગૌતમ અદાણીની કુલ નેટવર્થ 52.2 બિલિયન ડોલર છે. અને તે અબજોપતિઓની યાદીમાં 24મા સ્થાને છે. છેલ્લા 24 કલાકમાં અદાણીને 17,392 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે.
ADVERTISEMENT
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT
ADVERTISEMENT