Voter Id Card: ચૂંટણી કાર્ડમાં બદલાવું છે સરનામું? જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ

ADVERTISEMENT

Voter Id Card
ચૂંટણી કાર્ડમાં કેવી રીતે બદલવું સરનામું?
social share
google news

Voter ID Card Address Change Process in Gujarati: દેશમાં આગામી મહિનાથી લોકસભાની ચૂંટણી (Lok Sabha Elections 2024) યોજાવા જઈ રહી છે. ભારતમાં મતદાન કરવાની ઉંમર 18 વર્ષથી વધારે છે. મતદાન કરવા માટે ચૂંટણી કાર્ડ (Voter ID Card) એક જરૂરી ડોક્યુમેન્ટ છે.

ભારતના ચૂંટણી પંચ દ્વારા ચૂંટણી કાર્ડ જારી કરવામાં આવે છે. તેનો ઉપયોગ નગરપાલિકા, રાજ્ય અને રાષ્ટ્રીય ચૂંટણીઓમાં મત આપવા માટે કરવામાં આવે છે. આ સિવાય સિમ કાર્ડ ખરીદવા અથવા ક્યાંય આઈડી પ્રુફ આપવા માટે પણ તેનો ઉપયોગ કરવામાં આવે છે. 

આવી સ્થિતિમાં જો તમારા ચૂંટણી કાર્ડમાં જૂનું એડ્રેસ (સરનામું) છે તો આજે અમે આપને જણાવીશું કે તમે ચૂંટણી કાર્ડમાં ઓફલાઈન અને ઓનલાઈન કેવી રીતે તમારું નવું એડ્રેસ અપડેટ (Voter ID Card Address Change Process) કરી શકો છો.  

આ પણ વાંચો

ADVERTISEMENT

ઓફલાઈન કેવી રીતે બદલવું એડ્રેસ (Change Address on Voter ID Offline)    

- તમારે તમારા ઘરની નજીકના ચૂંટણી કાર્યાલયમાં જવું પડશે.
- અહીં તમારે ફોર્મ - 8 ભરવું પડશે. 
- આ પછી તમારે તમારું એડ્રેસ અપડેટ કરવા માટે એડ્રેસ પ્રૂફ ડોક્યુમેન્ટ જોડવા પડશે.
- હવે ફોર્મ અને ડોક્યુમેન્ટને સબમિટ કરવા પડશે. 
- આ પછી અધિકારી દ્વારા તમારું સરનામું અપડેટ કરવામાં આવશે.

આ ડેક્યુમેન્ટ છે જરૂરી 


- વીજળી, પાણી અથવા ગેસનું બિલ
- આધારકાર્ડ (Aadhaar Card)
- બેંક અથવા પોસ્ટ ઓફિસની પાસબુક
- ભારતીય પાસપોર્ટ

ADVERTISEMENT

ઓનલાઈન એડ્રેસ કેવી રીતે બદલવું?


- ઈલેક્શન  કમિશન ઓફ ઈન્ડિયાની સત્તાવાર વેબસાઈટ  (https://eci.gov.in) પર જાવ
- વેબસાઈટ પર Electors પર કરી ક્લિક કર્યા બાદ update your details in electoral roll ને સિલેક્ટ કરો.
- અહીં તમારી સ્ક્રીન પર ફોર્મ-8 જોવા મળશે, તેના પર સિલેક્ટ કરો.
- આ પછી Shifting of residence/correction of entries in existing electoral roll/replacement of 5.EPIC/marking of PwD ના ઓપ્શનને સિલેક્ટ કરો. 
- હવે તમારું State, District and Assembly/Parliamentary Constituency ને સિલેક્ટ કરો અને  Next પર જાવ. 
- આ પછી આધાર નંબર, ઈમેલ આઈડી અને મોબાઈલ નંબર દાખલ કરો. 
- હવે તમારું નવું સરનામું દાખલ કરો અને તેના સંબંધિત ડોક્યુમેન્ટને અપલોડ કરો. 
- આ પછી  declarationને ભરો અને કેપ્ચા દાખલ કર્યા બાદ સબમિટ કરી દો. 
- આ રીતે તમે વોટર આઈડી (ચૂંટણી કાર્ડ)માં સરનામું ઓનલાઈન અપડેટ કરવાની રિક્વેટ કરશો. હવે ચૂંટણી પંચ તેના પર કામ કરશે અને થોડા દિવસોમાં તમારું સરનામું અપડેટ થઈ જશે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT