VIVO વિરુદ્ધ EDની મોટી કાર્યવાહી, 62,476 કરોડ રૂપિયા ગેરકાયદેસર રીતે ચીન મોકલવાનો આરોપ

ADVERTISEMENT

gujarattak
social share
google news

Vivo Money Laundering News: EDએ ચાઈનીઝ સ્માર્ટફોન નિર્માતા VIVO અને કેટલીક અન્ય કંપનીઓ સામે પોતાની પકડ વધુ કડક કરી છે. સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર, ગુરુવારે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે VIVO અને તેની સાથે સંકળાયેલી કેટલીક અન્ય કંપનીઓ વિરુદ્ધ મની લોન્ડરિંગના આરોપોની તપાસના સંબંધમાં તેની પ્રથમ ચાર્જશીટ દાખલ કરી છે. EDએ આ ચાર્જશીટમાં અનેક તથ્યો રજૂ કર્યા છે.

PTIના જણાવ્યા અનુસાર, મની લોન્ડરિંગ વિરોધી કાયદા (PMLA)ની ફોજદારી કલમો હેઠળ બુધવારે વિશેષ અદાલત સમક્ષ ફરિયાદ પક્ષની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. સમગ્ર મામલામાં ધરપકડ કરાયેલા લોકો સિવાય VIVO-ઈન્ડિયાને પણ EDની ચાર્જશીટમાં આરોપી બનાવવામાં આવી હતી. જે બાદ આજે પ્રથમ ચાર્જશીટ રજૂ કરવામાં આવી છે.

કંપનીએ ચાર લોકોની ધરપકડ કરી હતી

EDએ સ્પેશિયલ કોર્ટમાં તેના રિમાન્ડમાં કહ્યું હતું કે, ધરપકડ કરાયેલા ચાર લોકોની કથિત ગતિવિધિઓને કારણે Vivo-Indiaને ખોટી રીતે લાભો પૂરા પાડવામાં આવ્યા હતા. આ પગલું ભારતની આર્થિક સંપ્રભુતા માટે નુકસાનકારક હતું. EDએ કહ્યું કે ભારતમાં ટેક્સ ભરવાથી બચવા માટે Vivo-India દ્વારા 62,476 કરોડ રૂપિયાની મોટી રકમ ગેરકાયદેસર રીતે ચીનમાં ટ્રાન્સફર કરવામાં આવી હતી.

ADVERTISEMENT

મની લોન્ડરિંગની ફરિયાદ બાદ તપાસ એજન્સી EDએ હાલમાં જ સમગ્ર કેસમાં LAVA ઈન્ટરનેશનલ મોબાઈલ કંપનીના એમડી હરિઓમ રાય સહિત ચાર લોકોની ધરપકડ કરી હતી. ધરપકડ કરાયેલા લોકોમાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ નીતિન ગર્ગ અને રાજન મલિક ઉપરાંત ચીની નાગરિક ગુઆંગવેન ઉર્ફે એન્ડ્ર્યુ કુઆંગનો સમાવેશ થાય છે.

નકલી દસ્તાવેજો અને ખોટા સરનામાનો આરોપ

દિલ્હી પોલીસની FIRનો અભ્યાસ કર્યા પછી, EDએ Vivoની પેટાકંપની ગ્રાન્ડ પ્રોસ્પેક્ટ ઈન્ટરનેશનલ કોમ્યુનિકેશન પ્રાઈવેટ લિમિટેડ (GPICPL) વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો. કોર્પોરેટ બાબતોના મંત્રાલય દ્વારા પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી જેમાં આક્ષેપ કરવામાં આવ્યો હતો કે GPICPL અને તેના શેરધારકોએ ડિસેમ્બર 2014 માં કંપનીની રચના સમયે નકલી દસ્તાવેજો અને ખોટા સરનામાંનો ઉપયોગ કર્યો હતો.

ADVERTISEMENT

આરોપી કંપનીના માલિકનો દાવો

જો કે લાવા ઈન્ટરનેશનલ મોબાઈલ કંપનીના એમડી હરિઓમ રાયે કોર્ટમાં કહ્યું હતું કે, તેમની કંપની દેશના હિતમાં તમામ સિદ્ધાંતોનું પાલન કરે છે. તેમણે એમ પણ કહ્યું હતું કે, તેમની કંપની અને Vivo-India એક દાયકા પહેલા ભારતમાં સંયુક્ત સાહસ શરૂ કરવા જઈ રહ્યા હતા પરંતુ 2014 પછી તેમને ચીનની કંપની કે તેના પ્રતિનિધિઓ સાથે કોઈ લેવાદેવા નથી.

ADVERTISEMENT

એમડી હરિઓમ રાયના વકીલે કોર્ટને કહ્યું છે કે કંપનીને ન તો કોઈ નાણાકીય લાભ મળ્યો છે અને ન તો તે વીવો સાથે સંબંધિત કોઈ એકમ સાથે કોઈ વ્યવહારમાં સામેલ છે.

    follow whatsapp

    ADVERTISEMENT