ટોલ પ્લાઝા પર FASTagથી 10 રૂપિયા વધારે કપાયા, વાહન માલિકે 3 વર્ષ લડીને કંપની પાસેથી રૂ.8000 લીધા

ADVERTISEMENT

gujarattak
social share
google news

બેંગ્લોર: દેશમાં એક્સપ્રેસ-વે અને હાઈવેનું નેટવર્ક ઝડપથી વિસ્તરી રહ્યું છે. લોકોની મુસાફરીની સુવિધા અને ટોલ ટેક્સ વસૂલવા માટે આ હાઈવે પર ટોલ-પ્લાઝા પણ બનાવવામાં આવ્યા છે. પરંતુ બેંગ્લોરમાં ટોલ પ્લાઝા પર વધારાના પૈસા કાપવાનું NHAIને મોંઘુ પડ્યું. બેંગલુરુના એક વ્યક્તિએ ટોલ પર વધારાના પૈસા કાપવા બદલ નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI) ને શહેરની ગ્રાહક અદાલતમાં ખેંચી ગયો. ટોલ ટેક્સ તરીકે માત્ર રૂ. 10 વધારાના કાપવા બદલ કોર્ટે ભારે વળતરનો આદેશ આપ્યો. આવો જાણીએ શું છે સમગ્ર મામલો…

ટોલ પ્લાઝામાંથી રૂ.10 વધારે કાપવામાં આવ્યા
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, બેંગલુરુના ગાંધીનગરના રહેવાસી સંતોષ કુમાર એમ.બી વર્ષ 2020માં ચિત્રદુર્ગામાં નેશનલ હાઈવે પર બે વાર પોતાનું વાહન લઈને નીકળ્યા હતા. આ દરમિયાન, જ્યારે પણ તે ટોલ પ્લાઝા પાર કરે ત્યારે તેના ફાસ્ટેગ એકાઉન્ટમાંથી 5 રૂપિયાની વધારાની રકમ કાપવામાં આવી હતી, એટલે કે બંને તરફથી 10 રૂપિયા. સંતોષના કહેવા પ્રમાણે, ટોલ પ્લાઝા પાર કરવા માટે તેના ફાસ્ટેગ એકાઉન્ટમાંથી 35 રૂપિયા કાપવા જોઈએ, પરંતુ 40 રૂપિયા કાપવામાં આવ્યા. એટલે કે તેમની પાસેથી કુલ 10 રૂપિયા વધારાના લેવામાં આવ્યા હતા. જો કે 10 રૂપિયા કોઈ મોટી રકમ નથી, પરંતુ એક મહિનામાં લાખો વાહનો ટોલ પ્લાઝાને પાર કરે છે, તેથી આ વધારાની કપાત કોઈ મોટા કૌભાંડથી ઓછી ન હતી.

અધિકારીઓએ પણ વાત ન સાંભળી
કુમારે આ મામલે સિટી ઓથોરિટીના અધિકારીઓનો સંપર્ક કર્યો. આટલું જ નહીં, તેણે આ બાબતે એજન્સી, ચિત્રદુર્ગાના પ્રોજેક્ટ ડાયરેક્ટર અને પ્રોજેક્ટ અમલીકરણ એકમનો પણ સંપર્ક કર્યો, પરંતુ કોઈ સફળતા મળી ન હતી. અધિકારીઓના એક ટેબલથી બીજા ટેબલ સુધી દોડીને થાકેલા સંતોષે આખરે ન્યાયતંત્રમાં વિશ્વાસ દર્શાવ્યો અને NHAIને કોર્ટમાં ખેંચી ગયા.

ADVERTISEMENT

તેમણે પહેલા અધિક જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ ચિત્રદુર્ગ ખાતે NHAI પ્રોજેક્ટ ડિરેક્ટર અને નાગપુર ખાતે JAS ટોલ રોડ કંપની લિમિટેડના મેનેજર સામે દાવો માંડ્યો. જે પછી NHAI ના પ્રોજેક્ટ ડાયરેક્ટર વતી એક એડવોકેટ હાજર થયો અને દલીલ કરી કે FAStag સિસ્ટમને નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા ડિઝાઇન, ડેવલપ અને કન્ફિગર કરવામાં આવી છે.

વકીલે કોર્ટમાં શું દલીલ કરી?
એડવોકેટે દલીલ કરી હતી કે, 1 જુલાઈ, 2020 સુધીમાં, ટોલ ફી ખરેખર કાર માટે રૂ. 38 અને લાઇટ કોમર્શિયલ વ્હીકલ (LCVs) માટે રૂ. 66 હતી. જો કે, NHAI એ 6 એપ્રિલ, 2018 ના રોજ એક પરિપત્ર બહાર પાડ્યો હતો, જેમાં એકત્ર કરાયેલ ફીને સંશોધિત કરીને નજીકના સમકક્ષ કરી દેવાયો હતો, જે રિપોર્ટ મુજબ 5 રૂપિયા હતો. આનાથી કારની ફી રૂ. 35 અને LCV માટે રૂ. 65 થઈ અને એડવોકેટના જણાવ્યા મુજબ, ફી નિયમ મુજબ કાપવામાં આવી હતી. તેથી, એડવોકેટે કેસ રદ કરવાની માંગ કરી હતી.

ADVERTISEMENT

કોર્ટે રૂ.8000 વળતર આપવાનો આદેશ કર્યો
પરંતુ ઓથોરિટીના એડવોકેટના તમામ દાવા અને દલીલો છતાં સંતોષ કુમાર એમ.બી જીતી ગયાય ગ્રાહક અદાલતે એજન્સીને વધારાનો ટોલ ચાર્જ પરત કરવાનો અને તેમને રૂ. 8,000નું વળતર ચૂકવવાનો આદેશ આપ્યો હતો. આ રીતે સંતોષ કુમારને રૂ.10ના બદલે રૂ.8000નું વળતર મળ્યું. પણ આ બધા પાછળ તેમનો અતૂટ વિશ્વાસ અને મહેનત હતી.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT